ETV Bharat / city

વડોદરાના નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જાગૃતતા, રજિસ્ટ્રેશનમાં થયો 700 ટકાનો વધારો - Subsidy on purchase of electric vehicle

વડોદરા શહેરમાં ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં જ 100 જેટલા ઇલેક્ટ્રિક વ્હિકલનું RTOમાં રજિસ્ટ્રેશન (electric vehicle registration) થયું છે, જેની સરખામણીમાં વર્ષ 2021માં ઇલેક્ટ્રિક વાહનના રજિસ્ટ્રેશનમાં 700 ટકાનો વધારો નોંધાયો હતો.

વડોદરાના નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જાગૃતતા, રજિસ્ટ્રેશનમાં 700 ટકાનો વધારો

author img

By

Published : Feb 2, 2022, 6:20 PM IST

વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાથે સાથે પેટ્રોલ ડીઝલના વાહનોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે, ત્યારે હવે ધીમે ધીમે નાગરિકોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ માટે જાગૃતતા (electric vehicle registration) આવી છે. નાગરિકો દિવસેને દિવસે વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હિકલની ખરીદી (Purchase of electric vehicle) કરી રહ્યાં છે.

વડોદરાના નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જાગૃતતા, રજિસ્ટ્રેશનમાં 700 ટકાનો વધારો

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વેગ પકડે તે માટે ગ્રામ વિભાગનો ઠરાવ

જાન્યુઆરીમાં 100 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું

છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો વર્ષ 2020માં RTOમાં 66 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, જેની સરખામણીમાં વર્ષ 2021માં ઇલેક્ટ્રિક વાહનના રજિસ્ટ્રેશનમાં 700 ટકાનો જેટલો વધારો નોંધાયો હતો. એટલે કે, વર્ષ 2021માં 465 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, તો વર્ષ 2022ના માત્ર જાન્યુઆરી માસમાં જ 100 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જેના આધારે કહી શકાય કે, ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લોકોમાં જાગૃતતા આવી છે.

વિદ્યાર્થીઓ માટે અલગથી સબસીડી

રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસીડી (Subsidy on purchase of electric vehicle)પણ આપવામાં આવે છે, તો તેની સાથે સાથે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે અલગથી 12,000ની સબસીડી આપવામાં આવે છે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક વાહનના શો-રૂમના મેનેજર કૌશલ મિસ્ત્રીનું માનીએ તો, હાલમાં ઇલેક્ટ્રિક વાહનો માટે નાગરિકોમાં જાગૃતતા આવી છે, જેને લઈને ગત વર્ષે 1000 જેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી થઈ હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં ઈ-વ્હીકલ પોલિસી લાગુ કરી પ્રદુષણ દૂર કરશે કેજરીવાલ સરકાર

40થી ઓછી ઝડપના વાહનો માટે રજિસ્ટ્રેશન જરૂરી નથી

40થી ઓછી ઝડપના વાહનોનું RTO રજિસ્ટ્રેશન કરાવવાનું હોતું નથી. 40થી વધુ ઝડપના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. 40થી વધુ ઝડપના 500 જેટલા વાહનોની ગતવર્ષમાં ખરીદી થઈ હોવાનું જણાવ્યું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં જ 100 જેટલા ઇલેક્ટ્રિક વાહનો માટે RTOમાં રજિસ્ટ્રેશન થતા વર્ષ દરમિયાન 1000થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું RTOમાં રજિસ્ટ્રેશન થવાની શકયતા સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.