ETV Bharat / city

31 December Effect: વડોદરા શહેર અને જિલ્લામાંથી 24 કલાકમાં 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો - દારૂ ભરેલી આઇસર ઝડપી

હાલોલ વડોદરા રોડ પરથી (31 December Effect) આઇસરમાં ભરેલો રૂપિયા 19 લાખ ઉપરાંતનો દારૂ જિલ્લા LCBની ટીમે ઝડપી પાડ્યો. 24 કલાકમાં જ બે સ્થળેથી રૂપિયા 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાતા (liquor seized from Vadodara) બુટલેગરોના સપના ઉપર પાણી ફેરવાયુ

31 December Effect: વડોદરા શહેર અને જિલ્લામાંથી 24 કલાકમાં 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો

author img

By

Published : Dec 14, 2021, 1:05 PM IST

  • હરણી પોલીસે પાર્કિંગમાં પાર્ક કરેલી દારૂ ભરેલી આઇસર ઝડપી પાડી
  • 19 લાખ ઉપરાંતનો દારૂ જિલ્લા LCBની ટીમે ઝડપી પાડ્યો
  • 24 કલાકમાં બે સ્થળેથી રૂપિયા 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો

વડોદરા: 31 ડિસેમ્બરને ગણતરીના (31 December Effect) દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ બુટલેગરો તહેવાર ટાણે દારૂનો જથ્થો અગાઉથી જ સંગ્રહ કરવાનુ શરૂ દેતા હોય છે, પરંતુ આ વર્ષે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ દાખવી હોય તેવુ લાગી રહ્યું છે, જેના પરિણામે છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાની હદમાં પોલીસે બે સ્થળેથી કુલ રૂપિયા 45,47,100નો દારૂ સહિત રૂપિયા 58,57,100નો મુદ્દામાલ કબજે (liquor seized from Vadodara)કર્યો છે.

31 December Effect: વડોદરા શહેર અને જિલ્લામાંથી 24 કલાકમાં 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો

જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી

જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી વડોદરા ખાતે લાવવામાં આવી રહ્યો છે, જે આઇસર ટેમ્પો હાલોલ થઇ વડોદરા પહોંચશે. LCBની (Local Crime Branch) ટીમ માટે આટલી માહિતી પુરતી હતી, જેથી ટીમના સભ્યો હાલોલ વડોદરા હાઇવે પર વોચમાં ગોઠવાઇ ગયા હતા. તે દરમિયાન આમલિયારા બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ આઇસર ટેમ્પો પસાર થતાં તેને રોકવામાં આવ્યો હતો.

રાજસ્થાનથી દારૂ વડોદરા લવાયો હોવાનુ સામે આવ્યું

આઇસર રોકી પોલીસે પહેલા તો બીલ્ટી માગી તો તે એશીયલ પેન્ટ્સની બનાવટી બીલ્ટી હતી, ત્યારબાદ આઇસરની તપાસ કરતા દારૂની પેટીઓથી ભરેલો જોવા મળ્યો હતો, જેથી પોલીસે ટેમ્પાની પુછપરછ કરતા રાજસ્થાનના હીરલાલ બિશ્નોઇએ સંચારો તાલુકાથી દારૂ ભરી વડોદરા પહોંચાડવા જણાવ્યું હોવાની હકિકત જાણવા મળી હતી. આમ જિલ્લા LCBએ રૂપિયા 19,15,200ના દારૂ સાથે કુલ રૂપિયા 27,25,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુગમ હોટલ પાસેના પાર્કિંગમાંથી રૂપિયા 31,31,900નો મદ્દામાલ કબજે કર્યો

જ્યારે બીજી તરફ હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી કે, સુગમ હોટલ પાસેના પાર્કિંગમાં પાર્થ ઉર્ફે સોનુ દ્વારા દારૂનો જથ્થો મંગાવી આઇસર ટેમ્પોમાં મુકી રાખ્યો છે. ચોક્કસ બાતમીના આધારે હરણી પોલીસની ટીમ સુગમ હોટલ પાસેના પાર્કિંગમાં પહોંચી હતી. જ્યાં તાડપત્રી ઢાંકેલા આઇસર ટોમ્પોની તલાશી લેતા રૂપિયા 26,31,900ની કિંમતનો દારૂ જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પાર્થ ઉર્ફે સોનુ તથા ઉદયભાનસિંગ જાટ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી રૂપિયા 31,31,900નો મદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો:

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

વડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.