- શાળાઓ શરૂ થતાની સાથે બાળકો કોરોનાની ઝપેટમાં
- 3 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- શાળા મંગળવાર સુધી બંધ
વડોદરાઃ શહેરના અલકાપુરી ખાતે આવેલી બરોડા હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શાળા 1 અઠવાડિયું બંધ રાખવાનો નિર્ણય શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે હાલ એક બીજી શાળા ગોત્રી પાસે આવેલી આનંદ વિદ્યા વિહારના 3 બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેથી શાળાને મંગળવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શાળામાં ચાલતી ઘોરણ 10ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરત શહેરમાં ભૂલકા ભવન સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ