ETV Bharat / city

નજર સામે પરિવારજનોએ અંતિમ શ્વાસ લીધા છતાં વડોદરાની 3 નર્સ ફરજ પર અડગ - corona worrier nurse

કોરોનાના કપરા કાળ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહેલી મહિલા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સે નારી તું નારાયણી કહેવત સાર્થક કરી છે. સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ત્રણ નર્સે પતિ, પિતા અને માતાનું અવસાન થયા બાદ અંતિમક્રિયા પૂર્ણ કરી પરત પોતાની કોવિડ વોર્ડમાં ફરજ પર દર્દીઓની સારવારમાં જોતરાઈ ગઈ હતી.

વડોદરા
વડોદરા
author img

By

Published : Apr 20, 2021, 4:50 PM IST

  • વડોદરાની ત્રણ મહિલા નર્સએ નારી તું નારાયણીનું બિરુદ સાર્થક કર્યું
  • કોરોનાના કારણે પતિ, પિતા અને માતાનું અવસાન છતાં પોતાની ફરજ નિભાવી
  • મહિલા નર્સની આ કામગીરીથી અન્ય સ્ટાફ પણ પ્રભાવિત થયો

વડોદરા: શહેર અને જીલ્લામાં કોરોનાનો આતંક વધવા માંડ્યો છે. લોકો કોરોનાના ભયના ઓથા હેઠળ જીવન ગુજારી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. આવા સમયે શહેરની ત્રણ મહિલા નર્સએ કોવિડ ફરજ દરમિયાન પતિ,પિતા અને માતાનું અવસાન થતાં આ ત્રણેય મહિલા નર્સે દર્દીઓની સારવારમાં કોઈ ઉણપ ન આવે તે માટે પોતાના સ્વજનની અંતિમક્રિયા પૂર્ણ કરી તુરત જ દર્દીઓની સારવારમાં કાર્યરત થઈ ગઈ હતી. આ ત્રણેય નર્સની દર્દીઓ પ્રત્યેની લાગણી જોઈ અન્ય સ્ટાફ પણ પ્રભાવિત થયો હતો.

આ પણ વાંચો:સગર્ભાવસ્થા સાથે વેક્સિનેટરની ભુમિકા અદા કરતા રાજકોટના નર્સ હેતલબેન માકડીયા

અન્ય દર્દીઓની સારવારથી મારા સ્વજનોની સારવાર કર્યાનો સંતોષ મળ્યો

શહેરના ગોરવા પંચવટી ખાતે રહેતા પારુલબેન વસાવા અને તેમના પતિ દયારામ વસાવા સયાજી હોસ્પિટલમાં નર્સ હતા. 12મી નવેમ્બરના રોજ પારુલબેનના પતિ દયારામભાઈનું કોવિડ સારવારમાં નિધન થયું હતું. પરંતુ પારુલબેને તુરત તેમના પતિની અંતિમક્રિયા પૂર્ણ કરી પોતાની જવાબદારીમાં લાગી ગયા હતા.

મનુભાઈએ પુત્રી ફાલ્ગુની સમક્ષ અંતિમશ્વાસ લીધો

જ્યારે શહેર નજીક છાણી ખાતે રહેતા ફાલ્ગુનીબેન ગોહિલના અમદાવાદ ખાતે રહેતા પિતા કોરોનાં સંક્રમિત થયા બાદ SSG હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં 24 ફેબ્રુઆરીએ તેમના પિતા મનુભાઈએ પુત્રી ફાલ્ગુની સમક્ષ અંતિમશ્વાસ લીધો હતો. જોકે તેમની પણ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમક્રિયા પૂર્ણ કરી હતી. પુનઃ અન્ય દર્દીઓની સારવારમાં લાગી ગયા હતા. તેમનું કહેવું છે કે, અન્ય દર્દીઓની સારવારથી મેં પિતાની સારવાર કરી હોય તેવો સંતોષ અનુભવાઈ રહ્યો છે.

આ પણ વાંચો:કોરોના પોઝિટિવ નર્સે સ્વસ્થ થઇ ફરી લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યકત કરી

માનવ સેવા એ જ પ્રભુ સેવા

જ્યારે ત્રીજા મહિલા નર્સ શહેરના કલાલી ખાતે રહેતા પારુલબેન પારેખની પાદરા ખાતે રહેતા માતા જશોદાબેનનું 8મી તારીખે કોરોનાંના કારણે SSG હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ સમયે પારુલબેનની કોવિડ વોર્ડમાં ફરજ ન હોવા છતાં તેઓ કોરોનાં વોર્ડમાં જતા હતા. ત્યારબાદ હવે કોવિડ વોર્ડના અન્ય દર્દીઓની સારવાર કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નોંધનીય છે કે, સયાજી હોસ્પિટલની આ ત્રણેય મહિલા નર્સએ પોતાના સ્વજન ગુમાવ્યા બાદ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.