- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં સામાજિક ભેદભાવ
- પિલોલ ગામમાં દલિત યુવતીને ગરબા રમતા રોકવામાં આવી
- વડોદરા ગ્રામ્ય પોલીસે 4 સામે ગુનો નોંધ્યો, 3ની ધરપકડ
- SC-ST સેલના DYSP દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
સાવલી: વડોદરાના સાવલીના પિલોલ ગામે સામાજિક ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે. પિલોલ ગામની દલિત મહિલાને ગરબા રમતાં રોકીને ભેદભાવ આચરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગામમાં આ મુદ્દે તણાવ ન સર્જાય તે માટેે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગરબામાં દલિત (Dalit) પરિવાર સાથે ભેદભાવના આરોપ બાદ SC-ST સેલના DYSP દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જે યુવતી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેનું નિવેદન લેવામાં આવ્યું છે. કોઇ અનિચ્છિત ઘટના ન બને તે માટે હાલ ગામમાં પોલીસનો કાફલો ખડકાયો છે.
સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું
વડોદરા જિલ્લાના સાવલીના પિલોલ ગામમાં બનેલી ઘટના મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યો છે.. મદદનીશ સમાજ સુરક્ષા અધિકારી અને વિજિલન્સ ઈન્સ્પેક્ટરની ટીમ પિલોલ ગામે પહોંચી હતી. દલિત (Dalit) મહિલાને ગરબા આયોજક દ્વારા ગરબા ન ગાવા દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો. ભેદભાવની આ ઘટનામાં જેમની સાથે દુર્વ્યવહાર થયો તેમના નિવેદન લેવાયાં છે. નિવેદન લીધા બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપાશે તેવી માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃ લીંબ ગામમાં દલિત સમાજની દીકરીની જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકોની ધરપકડ
આ પણ વાંચોઃ વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી