ETV Bharat / city

વડોદરા શહેરના કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર એવા જલ દવે સહિત 28 લોકોના કોરોનાને કારણે મોત - ગોત્રી હોસ્પિટલ

વડોદરા શહેરના કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર સહિત 28 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. બાજવાડા અખાડા પાસે રહેતા એવા કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર જલ દવેનું કોરોનાને કારણે મોત થયું છે.

વડોદરા કોરોના અપડેટ
વડોદરા કોરોના અપડેટ
author img

By

Published : Apr 17, 2021, 4:00 PM IST

  • વડોદરામાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંકમાં વધારો થયો
  • કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર જલ દવેનું કોરોનાને કારણે મોત
  • 28 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા

વડોદરા : શહેરના કલાગુરૂ અને તાંત્રિક ચિત્રકાર સહિત 28 દર્દીઓએ કોરોનાની ચાલી રહેલી સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોના કોવિડ 19ની ગાઇડલાઇન પ્રમાણે અંતિમક્રિયા વિવિધ સ્મશાન અથવા કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. બાજવાડા અખાડા પાસે રહેતા અને કલાગુરૂ તથા તાંત્રિક ચિત્રકાર જલ દવે તથા તેમના પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જલેન્દુભાઈ તથા તેમના પત્નીને ફતેગંજની નરહરિ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં શુક્રવારની મોડી રાત્રે દોઢ કલાકે જલેન્દુભાઈનું નિધન થયું હતું. તેમનો સમગ્ર પરિવાર હાલ હોમ કવોરેન્ટાઇન છે.

Vadodara corona update
વડોદરા શહેરના કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર એવા જલ દવેનું કોરોનાની સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો - વડોદરામાં સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ

વડોદરા શહેરમાં મોતનું તાંડવ

આજવા રોડ શબિના સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધાએ વીઆઈપી રોડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. વાડી મોટી વ્હોરવાડના 62 વર્ષીય વૃદ્ધ, નવાપુરાના 81 વર્ષીય વૃદ્ધ, કારેલી બાગની દિપીકા સોસાયટી વિભાગ-2ના 78 વર્ષીય વૃદ્ધા, આજવા રોડ લફલેશ નવી વસાહત -1ની 60 વર્ષીય વૃદ્ધા, મકરપુરા આકાશવાણી ગુજરાત હાઉસિંગ બોર્ડનાં પર વર્ષીય પુરુષ કોરોનાની સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો - વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ

કોરોના દર્દીની ઉમર 40થી 90 વર્ષ વચ્ચે

મોટાભાગના દર્દીઓએ શનિવારના રોજ અંતિમસ્થાસ લીધા હતા, તો કેટલાકના શુક્રવારની રાત્રે મોત થયા હતા. તેવી જ રીતે ભરૂચની કલ્પનાનગર સોસાયટીમાં રહેતી 52 વર્ષીય મહિલા કોરનાની સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ થઈ હતી, જેનું મોત થયું હતું. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુભાનપુરાના મનહરપાર્ક સામે આવેલી સુહુરી પ્રિમાઈસીસના 46 વર્ષીય મહિલા, પંચમહાલના કાલોલના બોરૂ ટર્નિગની 55 વર્ષીય મહિલા, વાઘોડીયા રોડની નારાયણ સ્કૂલ પાસે આવેલી શ્રીજી પાર્ક સોસાયટીની 90 વર્ષીય વૃદ્ધા, વાપી વલસાડના સેલવાસના સાજન એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની માં શક્તિ સોસાયટીમાં રહેતો 40 વર્ષીય યુવાન, પરિવાર ચાર રસ્તા સન પોઈન્ટમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું.

આ પણ વાંચો - વડોદરા અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં ખૂટી પડતા નવી ચિતાઓ ઉભી કરવી પડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.