- અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થયો અકસ્માત
- ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઘટી જતાં અકસ્માત
- એક પછી એક ગાડીઓ ટકરાઇ પડી
વડોદરાઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને વહેલી સવારથી જ ધૂમ્મસભર્યું વાતાવરણ આકાશમાં સર્જાય છે. વડોદરા અમદાવાદ હાઈવે પર ગાઢ ધૂમ્મસના કારણે એકસાથે 25થી 30 ગાડીઓ અથડાઈ પડીને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જોકે કોઈે જાનહાનિ થઈ નથી, માત્ર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે.
અમદાવાદથી 15 કિમી દૂર થયો અકસ્માત
અમદાવાદની હદથી 15 કિમી દૂર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માતના બનાવ બનતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત હોવાના કારણે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બે કલાકથી વધુ ટ્રાફિક જામ સર્જાતા હાઇવે પર ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ હતી.