ETV Bharat / city

સુરતની યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી

કેટલાય લોકો પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. સુરતમાં યુવતીએ પોતાના 18માં જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરી હતી.

xxx
સુરતની યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી
author img

By

Published : Jun 12, 2021, 4:44 PM IST

  • સુરતમાં યુવતીએ પોતાના જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરી
  • 22 યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું
  • યુવતીએ રક્તદાન કરી કેમ્પનું કર્યુ ઉદ્ઘાટન

સુરત : શહેરની એક વિદ્યાર્થીનીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર (Blood Donation Camp) સાથે યોજીને કરી હતી. રુચીએ જન્મદિન પર રક્તદાન શિબિરમાં 18 બોટલ રક્તદાન કરાવવા સંકલ્પ કર્યો હતો તેની સામે 22 જેટલી બોટલ એકત્ર થઈ હતી.

જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પનુ આયોજન કરીને

જ્યારે રૂચી 7 વર્ષની હતી ત્યારે તેને ડેન્ગ્યું થયો હતો અને તેને ત્યારે લોહીની જરૂર પડી હતી ત્યારે તેના માતા-પિતાને લોહી મેળવવા માટે ખુબ જ તકલીફ પડી હતી. આ વાત રૂચીને યાદ રહી ગઈ હતી. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી રુચિ નરેશકુમાર વરિયા એમટીબી આટર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રુચિએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી હતી. સૌથી મહત્વ ની વાત આ છે કે રુચીએ પોતે જ રક્તદાન કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

સુરતની યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ

22 યુનિટ રક્ત એકત્રીત કરાયું

આ રક્તદાન શિબિરમાં 22 બોટલ રક્ત એકઠું થયું હતું. રુચિએ કરેલા રક્તદાન શિબિરના આયોજનમાં શાળા કોલેજના મિત્રો પણ જોડાયા હતા. જન્મદિને રક્તદાન શિબિરના આયોજન કરવા અંગે રુચિએ જણાવ્યું હતું કે, લોહીની જરૂરિયાતએ દર્દી માટે લહુબ જ અગત્યની બાબત હોય છે જેઓ ગંભીર બિમારીઓથી પીડાતા હોય છે. રકતદાન કરવાની મારી લાંબા સમયથી ઈચ્છા હતી. 18મા વર્ષના જન્મની ઉજવણી ઓછામાં ઓછા 18 યુનિટ રક્ત એકઠુ કરવુ એ મારો સંકલ્પ હતો.

મારું આ નાનું કાર્ય લોકો માટે ઉપયોગી બનશે

રુચીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે કોવિડની મહામારી ચાલે છે અને લોહી અછત છે ત્યારે મારું આ નાનું કાર્ય લોકો માટે ઉપયોગી બનશે. રક્તદાનથી આપણે કોઈનું જીવન બચાવી શકીએ છીએ. આપણે સમાજને કદાચ ધનથી સહાય રૂપ ન બની શકીએ પણ રક્તનું દાન કરી શકીએ છીએ જેના માટે ધનવાન હોવું જરૂરી નથી.

આ પણ વાંચો : વિરમગામ APMCમાં ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.