ETV Bharat / city

Yoga Garba Course in Surat : ગરબા સાથે યોગ કરીનેે શરીરને બનાવો સુખમય, યોગ-ગરબાના કોર્સ થયા ચાલુ - Veer Narmad South Gujarat University

સુરત વાસીઓ માટે યોગ અને ગરબાના રસીલાઓ (Yoga Garba Course in Surat) માટે સારા સમાચાર આવી રહ્યા છે. સુરતમાં યોગ ગરબાના સર્ટિફિકેટ (Certificate of Yoga Garba in Surat) કોર્સ શરૂ થવા જઇ રહ્યો છે. શું છે યોગ ગરબાની ખાસયિત જુઓ વિગતવાર....

Yoga Garba Course in Surat : ગરબા સાથે યોગ કરીનેે શરીરને બનાવો સુખમય, યોગ-ગરબાના કોર્ષ થયા ચાલુ

author img

By

Published : Apr 20, 2022, 2:04 PM IST

Updated : Apr 20, 2022, 2:21 PM IST

સુરત : નવરાત્રી પહેલા સુરતના ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેલૈયાઓ ગરબા સાથે યોગા બંને એક સાથે કરી શકશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વિશ્વમાં સૌપ્રથમ વખત યોગ ગરબાના સર્ટિફિકેટ કોર્સ (Yoga Garba Course in Surat) શરૂ થવા જઇ રહ્યો છે. આ કોર્સને લઈ કોર્સના રચનાકાર અનિષ રંગરેજે જણાવ્યું હતું કે, આ કોર્ષ માટે માત્ર ધોરણ 12 પાસની જરૂરિયાત હશે. 10 વર્ષના સંશોધન અને એનાલિસિસ પછી આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોતાને સ્વસ્થ રાખવામાં આપણી સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ નીવડે છે એ માટે યોગ્ય માર્ગદર્શન લઈને પણ વાત કરી હતી.

ખેલૈયાઓ ગરબા સાથે યોગા બંને એક સાથે કરી શકશે

આ પણ વાંચો : સુરતમાં ગરબા જોવા માટે નીકળેલા 22 વર્ષીય છોકરાનું રોડ અકસ્માતમાં મોત

યોગ-ગરબાનું સંયોજન - અનિષ રંગરેજ વધુમાં જણાવ્યું કે, ફીઝીઓથેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, યોગા ટ્રેનર, ગરબા ટ્રેનર, ડાયેટિશ્યનનો મુખ્ય સહયોગ રહ્યો છે. 45 કલાકનો કોર્સ છે અઠવાડીયામાં 3 દિવસ (Veer Narmad South Gujarat University) જ આવવાનું રહેશે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ યોગ અને સાથે સાથે ગરબાનો ઇતિહાસ, ફિલોસોફી, વિજ્ઞાન અને જીવનમાં એનું મહત્વ જાણશે. યોગમાંથી આસન, પ્રાણાયામ, ધ્યાન અને ગરબા માંથી ગરબાના અલગ અલગ મૂવમેન્ટ લઇને બંને ના સંયોજન વિશે શીખવવામાં આવશે. આ કોર્ષમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને કરાવવામાં આવશે.

આ પણ વાંચો : Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

પોતાની કારકિર્દી પણ ઘડી શકે - કોર્ષના રચનાકારે જણાવ્યું હતું કે, શારીરિક ફાયદા જેવા કે, શરીર તંદુરસ્ત રહેવું, બ્લડનું સર્ક્યુલેશન બરાબર થવું, સ્નાયુઓ મજબૂત બનવા, શરીર ફ્લેક્સીબલ થવું અને સાથે માનસિક ફાયદા જેવા કે તણાવ મુક્ત જીવન બનાવવું, હકારાત્મકતા આવવી, એકાગ્રતા વધવી, સર્જનાત્મકતા વધવી અને મુખ્યત્વે રોગમુક્ત જીવન બનાવવામાં મદદરૂપ થઇ શકે છે. યોગ ગરબાના નવા કોન્સેપ્ટ દ્વારા લોકો પોતાની (Certificate of Yoga Garba in Surat) કારકિર્દી પણ ઘડી શકે છે. અને નવા દ્રષ્ટિકોણ સાથે જીવનને સરળ અને સુખમય બનાવી શકાશે.

Last Updated : Apr 20, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.