- સુરતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર
- સુરતથી સીધા દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ જવાશે
- તાજેતરમાં જ ગો એરે મોટી સંખ્યામાં કરી હતી ભરતી
આ પણ વાંચોઃ રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ
સુરતઃ તાજેતરમાં ગો એર દ્વારા સુરત એરપોર્ટ માટે કાઉન્ટર સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરલાઈન્સને ટિકિટ કાઉન્ટર પરના ટર્મિનલ બિલ્ડિંગના ફ્રન્ટમાં ફાળવવામાં આવ્યું છે. એરલાઈન્સ દ્વારા જે રૂટ પર પેસેન્જર લોડ વધુ મળી રહ્યો છે. તે રૂટ પર ફ્લાઇટ મૂકવામાં આવી છે. દેશની ડોમેસ્ટિક એરલાઈન્સ ગો એર કંપની દ્વારા આગામી સમયમાં એટલે કે 28 માર્ચથી એકસાથે પાંચ શહેરોને જોડતી કુલ સાત ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કચ્છમાં 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યાં અને સરકારને 1.31 કરોડની આવક થઈ
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ નહીં ચૂકવવો પડે સામાનનો ચાર્જ
28 માર્ચે એક સાથે પાંચ ફ્લાઈટ શરૂ થશે તો સુરત એરપોર્ટથી કુલ ફ્લાઈટની સંખ્યા રોજની 20થી 21 થશે. દિલ્હી-સુરત, કોલકાતા-સુરતની ફ્લાઈટ દૈનિક હશે. જ્યારે સુરત મુંબઈની ફ્લાઈટ રવિવાર સિવાય સપ્તાહમાં છ દિવસ ઓપરેટ થશે. સુરતથી હૈદરાબાદની ફ્લાઈટની સોમવાર, મંગળવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ થશે. જ્યારે બેંગલુરુ-સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ જુદા સમયે ઉપડશે અને બાકીના દિવસોનો સમય પણ જુદો રાખવામાં આવ્યો છે. મુંબઈવાળી ફ્લાઇટ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના સામાનનો ચાર્જ એરલાઈન્સ વસુલશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.