ETV Bharat / city

સુરત ડાયમંડ બુર્સ પર વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ ફિદા, ઑફિસ ખરીદવા થયા તૈયાર

દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પો (Dubai Business Expo 2021)માં સુરતમાં નિર્મિત થઈ રહેલા ડાયમંડ બુર્સ (Diamond Burs Surat)નું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન (Virtual Presentation) કરવામાં આવ્યું. ત્યારબાદ વિશ્વના નામાંકિત બિઝનેસમેન ડાયમંડ બુર્સમાં ઑફિસ ખરીદવા તૈયાર થયા છે. દુબઈના 10 જેટલા રોકાણકારોએ ડાયમંડ બુર્સમાં ઑફિસ ખરીદવાની તૈયારી દર્શાવી છે.

સુરત ડાયમંડ બુર્સ પર વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ ફિદા, ઑફિસ ખરીદવા થયા તૈયાર
સુરત ડાયમંડ બુર્સ પર વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ ફિદા, ઑફિસ ખરીદવા થયા તૈયાર
author img

By

Published : Oct 5, 2021, 3:58 PM IST

  • દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પોમાં ડાયમંડ બુર્સનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન
  • સુરતમાં બનાવવામાં આવી રહી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ
  • વિશ્વના નામાંકિત બિઝનેસમેન ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા તૈયાર
  • દુબઈના 10થી વધુ રોકાણકારોએ ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દાખવી

સુરત: દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પો (Dubai Business Expo 2021)માં સુરતમાં નિર્મિત થઈ રહેલા ડાયમંડ બુર્સનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન (Virtual Presentation of The Diamond Burs)કરવામાં આવ્યા બાદ વિશ્વના નામાંકિત બિઝનેસમેનોએ સુરત ખાતે ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દાખવી છે.

ડાયમંડ બુર્સથી વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા

દુબઈના 10થી વધુ રોકાણકારોએ ડાયમંડ બુર્સમાં ઑફિસર ખરીદવાની તૈયારી દાખવી

દુબઈમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી (Investment Opportunity In Gujarat) વિશે આયોજિત એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઈના 10થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Burs)માં ઓફિસ ખરીદવા માટેની તૈયારી દાખવી છે. દુબઈમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં સુરતમાં નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સનું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઈને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા હોવાનું ત્યાં ઉપસ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે.

ડાયમંડ બુર્સનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે. દુબઈની તાજ બિઝનેસ હોટેલમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સુરતથી હીરા ઉદ્યોગપતિ અને GJEPCના ચેરમેન દિનેશ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં રોકાણની તકો અંગે જુદા જુદા પ્રોજેક્ટથી માહિતીગાર કરવામાં આવ્યા

દિનેશભાઈના જણાવ્યા મુજબ, વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને ગુજરાતમાં રોકાણની તકો અંગે જુદા જુદા પ્રોજેક્ટથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ક્યાં ક્યાં ક્ષેત્રોમાં રોકાણ લાભદાયી નીવડશે અને સરકાર કેવી રીતે મદદરૂપ થશે વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા.આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

10થી વધુ રોકાણકારોએ તાત્કાલિક ઓફિસ ખરીદવા માટે પૂછપરછ કરી

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કક્ષાનું મોટામાં મોટું સેન્ટર આકાર પામી ચૂક્યું છે, એ જોઈ જાણીને તેઓ ભારે પ્રભાવિત થયા હતા. પ્રેઝન્ટેશન બાદ દુબઈના સ્થાનિક હીરા ઝવેરાત ઉદ્યોગપતિઓ ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગ સમૂહના બિઝનેસ ટાયકૂને સુરતના ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દાખવી હતી. 10થી વધુ રોકાણકારો એવા છે જેમણે તાત્કાલિક ઓફિસ ખરીદવા માટે પૂછપરછ કરી હતી. આ સિવાય ડાયમંડ બુર્સમાં ભારતના હીરા ઝવેરાતના અગ્રણી ઉદ્યોગકારો તો રસ દાખવી જ રહ્યા છે.

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકા મૃતક વ્યક્તિને આ રીતે આપે છે કોરોના રસીનો ડોઝ, જૂઓ કિસ્સો...

આ પણ વાંચો: સુરતમાં આજે રાજ્ય પ્રધાન વિનુ મોરડીયાએ પોતાના મત વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.