સુરત કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજેબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિગ્રીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 14-15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં (Divyang More World Strength Lifting) પહેલા જ દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. (Championships gold medal won Divyang More)
547.5kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં 480kg ટોટલ હાઇએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ 547.5kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ મોરે એક જિમ ટ્રેનર છે. આ ઉપરાંત સુરત માં થોડા સમય પેલા નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મેલ અને ફિમેલ આ બે કેટેગરી કરતા છે, પણ આ સ્પર્ધામાં એક કદમ આગળ વધીને ટ્રાન્સજેન્ડર કેટેગરી પણ રાખવામાં આવી હતી. જેમાં સુરતના વરીયાળી બજાર ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર 35 વર્ષીય આંચલ જરીવાલાએ ભાગ લીધો છે. (Strength Lifting Championships gold medal)
સુરતનું ગૌરવ વધારનાર ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરતની પેરા ટેબલ ટેનિસ ખેલાડીને જન્મથી જ કરોડરજ્જુની તકલીફ હતી. તેના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખી હતી. જોકે, આ ખેલાડીનું મનોબળ ભાંગ્યું ન હતું. તેના કારણે આ પેરા ખેલાડીએ ઈન્દોરમાં યોજાયેલી ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી માતાપિતાનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત બેંગ્લોરમાં જૈન યુનિવર્સિટીમાં ખેલો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. Highest weight world record in strength lifting, World Strength Lifting Championships in Kyrgyzstan, sports news today