- સુરતમાં મોંઘવારી વધતા મહિલાઓ રોષે ભરાઈ
- મહિલાઓ રોડ પર ગેસ સીલીન્ડર સાથે બેસી
- પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી સહિતના ભાવમાં વધારો
સુરત : એક તરફ કોરોનાની મહામારી (corona epidemic) ને લઈને લોકોની હાલત કફોડી બની છે. લોકો આર્થિક રીતે પણ પડી ભાગ્યા છે તેવા સમયે લોકોને રાહત આપવાને બદલે મોંઘવારી (Inflation) આસમાને પહોચી છે. એક તરફ પેટ્રોલ- ડીઝલમાં ભાવ વધારો, રાંધણ ગેસ, દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી સહિતના ભાવમાં વધારો થતા લોકોની હાલત કફોડી બની છે. બીજી તરફ વધતી જતી મોંઘવારી (Inflation) ને લઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સુરતના પુણાગામ ખાતે આવેલા ભૈયા નગરમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રોડ પર ગેસ સીલીન્ડર (Gas cylinder) સાથે બેસી તેમજ રોડ પર જ ચૂલો સળગાવી દૂધ વગરની કાળી ચા બનાવી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : મોંઘવારી મુદ્દે મહિલાઓ મેદાનમાં, જૂનાગઢમાં મહિલાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી તાકીદે પગલા ભરવા કરી માગ
તેલ, દૂધમાં ભાવ વધારો થયો છે
વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, મોંઘવારી (Inflation) ખુબ જ વધી છે. જે ગેસનો બાટલો ચારસોથી પાંચસો રૂપિયામાં મળતો હતો તે હવે 800થી 900 રૂપિયા મળે છે. આ ઉપરાંત તેલ, દૂધમાં ભાવ વધારો થયો છે તો માણસને જીવવું કેમ.
આ પણ વાંચો : જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મદ્દે વિરોધ પ્રદર્શન
લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી
કોંગ્રેસના નેતા (Congress leader) સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે, દૂધ, રાંધણગેસ સહિતના ભાવોમાં વધારો થતા આ વિસ્તારની બહેનો રોષે ભરાઈ છે. આ ઉપરાંત દૂધમાં પણ ભાવ વધારો થયો છે. જેને લઈને મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે. સરકાર (Government) દ્વારા જીવન જરૂરિયાત વસ્તુમાં ભાવ વધારો થતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.