- સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ASI
- 14 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા
- તેઓ આગામી 31 જુલાઈ 2021ના રોજ નિવૃત થવાના હતા
સુરત: કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મી સંક્મ્રણનો ભોગ બની રહ્યા છે ત્યારે મહિલા ASI નું કોરોનાના કારણે અવસાન થતા પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
ASI નશીમબાનું સલીમભાઈ શેખનું કોરોનાના કારણે નિધન થયું
સુરતમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે. ત્યારે કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ ડેપ્યુટેશન ઉપર 181માં ફરજ બજાવી રહેલા ASI નશીમબાનું સલીમભાઈ શેખનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને 3 દિવસની સારવાર બાદ તેઓનું નિધન થયું હતું.
આ પણ વાંચો: કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન
ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
તેઓના નિધનના પગલે તેઓના પરિવાર અને પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વધુમાં તેઓ આગામી 31 જુલાઈ 2021ના રોજ નિવૃત થવાના હતા, પરંતુ તે પહેલા જ કોરોનાના કારણે તેઓનું નિધન થયું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઉમેદવાર રિઝાઉલ હકનું કોરોનાના કારણે નિધન
ચાર દિવસ પહેલા મહિલા LRનું પણ કોરોનામાં થયું હતું નિધન
સુરતના રાંદેર પોલીસ મથકમાં ૨૫ વર્ષીય રશ્મિબેન મકનજી ભાઈ ગામીત LR તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના પોઝીટીવ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છેલ્લા 5 દિવસથી સારવાર હેઠળ હતા. દરમિયાન ગત સોમવારના રોજ તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.