ETV Bharat / city

સોનાનો ભાવ 50 હજારને પાર, સુરતમાં 25 ટકાથી પણ ઓછી ખરીદી

વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી મંદીની વચ્ચે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરતમાં સતત ચોથા દિવસે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 હજારથી વધુ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના તણાવથી વૈશ્વિક અર્થતંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોલ્ડ જ્વેલરી વિક્રેતા માની રહ્યાં છે કે, ભાવમાં વધારો થઈ શકે છે. કોરોના વાઈરસ સંક્રમણમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે.

સોનાનો ભાવ 50 હજાર થતા સુરતમાં 25 ટકાથી પણ ઓછી ખરીદી

author img

By

Published : Jul 4, 2020, 2:07 PM IST

સુરતઃ વિશ્વમાં કોરોના કહેર યથાવત છે, કોરોનાના નામના ગ્રહણથી સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવાથી થોડા સમય માટે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયુ હતું, ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં પણ લોકડાઉન ખુલ્યા બાદ શરતોને આધીન રહી અમુક ધંધા રોજગાર ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સાથે જ વૈશ્વિક અર્થતંત્ર પણ રાબેતા મુજબ થવાની આશા હતી, ત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી મંદીની વચ્ચે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ગોલ્ડ બઝારમાં સતત ચોથા દિવસે સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ છે. કોઈએ વિચાર્યું નહોતું કે સોનાનો ભાવ 50 હજારને પાર કરી જશે. લોકોએ 10 ગ્રામ સોનું ખરીદવા માટે અડધો લાખ રૂપિયા ખર્ચવા પડશે. સોનાનો ભાવ 50 હજાર રહેતા સુરતમાં લોકો 25 ટકાથી પણ ઓછી ખરીદી કરી રહ્યાં છે. ગોલ્ડ જ્વેલરી વિક્રેતા માની રહ્યાં છે કે, ભાવમાં વધારો થઈ શકે છે, દિવાળીમાં લોકો ખરીદી કરી શકે છે. આ સિવાય ફુગાવો વધ્યો છે, જ્યારે માંગમાં ઘટાડો થયો છે. મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરનારા જ્વેલરી ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગ માટે જ ખરીદી કરે છે.

સોનાનો ભાવ 50 હજાર થતા સુરતમાં 25 ટકાથી પણ ઓછી ખરીદી

સોનાનો ભાવ 50 હજાર થતા સુરતમાં 25 ટકા ખરીદી

  • ગોલ્ડ બઝારમાં સતત ચોથા દિવસે સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ
  • હજુ ભાવમાં વધારો થવાની શક્યતાઓ
  • દિવાળી પર સોનામાં રોકાણકારોનો વધારો થઈ શકેે

સુરતનમાં જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દિપક ચોકસીએ જણાવ્યું હતું કે, હાલ જે સરહદ પર યુદ્ધ જેવો માહોલ છે અને અમેરિકા-ચીન વચ્ચેની જે પરિસ્થિતિ છે, તેના કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે પણ મંદીનો માહોલ હોય, ત્યારે સોનાના ભાવમાં વધારો થાય છે. જેથી આ વખતે પણ સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ છે. કોરોના વાઈરસ સંક્રમણમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.