- આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે
- પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે
- પાટીદાર વિસ્તારમાં 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતી હતી
સુરત: શહેરમાં બાર વિધાનસભાની બેઠક આવે છે જેમાંથી ચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ચાર વિધાનસભા બેઠકના વિસ્તારમાં પાટીદાર સમાજ(Patidar Samaj)ના લોકો મોટી સંખ્યામાં રહે છે અને તેઓ નિર્ણાયક મતદાતાઓ છે. સુરતના વરાછા રોડ, કરંજ, કામરેજ અને કતારગામ આ ચારે વિધાનસભા બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો નિશ્ચિત કરે છે કે કયા પક્ષના ઉમેદવાર વિજય મેળવશે. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ચાર બેઠક પર દેશભરની નજર હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન(Patidar reserve movement) ચરમસીમા પર હતું તે સમયે પાસના પૂર્વ નેતા અને કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) આજ ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચારેય ઉમેદવારો ને લઈ હજારોની સંખ્યામાં કાર્યકરોને લઈ રોડ શો પણ કર્યો હતો. પરંતુ સરકાર સામે ભારે વિરોધ બાદ પણ આ ચારેય બેઠક પર પાટીદાર સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવ્યા હતા. આ ભારે અસર જોવા મળ્યું હતું તેમ છતાં હાર્દિક ફેક્ટર વિધાનસભા ચૂંટણી વખતે આ ચારે બેઠક પર જોવા મળી નહોતી.
2017 વિધાનસભા ચૂંટણીમાં સુરતની 12 બેઠકોમાંથી 4 પાટીદાર મત વિસ્તારની બેઠકોનું પરિણામ
કામરેજ | ઉમેદ્દવાર | સીટ |
ભાજપ | વી.ડી.ઝાલાવડીયા | 1,47,371 |
કોંગ્રેસ | અશોક જીરાવાલા | 1,19,180 |
વરાછા | ઉમેદ્દવાર | સીટ |
ભાજપ | કિશોર કનાણી | 68,472 |
કોંગ્રેસ | -ધીરુ ગજેરા | 54,474 |
કરંજ | ઉમેદ્દવાર | સીટ |
ભાજપ | પ્રવીણ ઘોઘારી | 58,673 |
કોંગ્રેસ | ભાવેશ રબારી | 23,075 |
કતારગામ | ઉમેદ્દવાર | સીટ |
ભાજપ | વીનું મોરવડીયા | 1,25,387 |
કોંગ્રેસ | જીગ્નેશ જીવાણી | 46,157 |
સુરતના મહેશ સવાણી આવવા થી ફેર પડશે ?
3000 થી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા અને શહેરના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વિધાનસભાની ચૂંટણીને લઇ તેઓ આપમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તેમને આ જવાબદારી આપી છે પરંતુ ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2019માં લોકસભા સુરતની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીથી ટિકિટ માંગી ચૂક્યા છે એટલું જ નહીં વર્ષ 2016માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેઓએ કામરેજ વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા અમિત શાહના સભાનું આયોજન પણ કર્યું હતું, જેમાં પાસ ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે હાર્દિક જેલમાં હતો ત્યારે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થતા કરનાર મહેશ સવાણી આપમાં જોડાયા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે કામરેજ અથવા તો વરાછા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના તેઓ ઉમેદવાર રહી શકે છે પરંતુ આ વિસ્તારોમાં પાલિકા ચૂંટણીમાં ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને નુકસાન પહોંચ્યું હતું કે કોંગ્રેસ નામ તો આપમાં ડાયવર્ટ થયા હતા જેથી ભાજપ માની રહી છે કે મહેશ સવાણીના કારણે તેમને કોઈ પણ પ્રકારનો ડેમેજ થશે નહીં પરંતુ કોંગ્રેસ મતો આમ આદમી પાર્ટીમાં જશે.
આ પણ વાંચો : Delhi Government: ઓક્સિજન ઓડિટે વધારી કેજરીવાલ સરકારની મુશ્કેલી
નિખિલની રાજકીય સફર
નિખિલ સવાણી પણ ન સુરતનો મૂળ રહેવાસી છે હાલ જ કોંગ્રેસ દ્વારા તેમને પક્ષમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો ત્યારે તે આમ આદમી પાર્ટીમાં જોડાયો છે પાટીદાર અનામત આંદોલન સમયે તે પાસનો સક્રિય આંદોલનકારી વિધાનસભાની ચૂંટણી બાદ તે ભારતીય જનતા પાર્ટીમાં 200 લોકો સાથે જોડાયો હતો. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયો અને હવે કોંગ્રેસથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છે. પાંચ વર્ષ દરમિયાન તે એક આંદોલનકારી થી લઈને ત્રણ મુખ્ય રાજકીય પાર્ટીઓના સભ્ય બની ચૂક્યો છે.
આમ આદમી પાર્ટી માં જવાથી ભાજપ ફેર પડતો નથી
ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટે જણાવ્યું હતું કે નિખીલ સવાણીએ વરસાદી દેડકા છે.પક્ષ બદલી નાખે છે. આમ આદમી પાર્ટીના જે 27 નગરસેવક છે તેમની કાર્યપ્રણાલી લોકો જાણી ગયા છે. પાટીદાર આંદોલન વખતે પણ સુરતમાં બેઠક ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી મહેશ સવાણીના આમ આદમી પાર્ટી માં જવાથી ભાજપ ફેર પડતો નથી પોતાના નેતા અરવિંદ કેજરીવાલની જેમ વીજળીના થાભલાની ખોટી તસવીરો મૂકે છે અને ડીલીટ કરે છે તેઓ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.પ્રજા આ વાત ને જાણે છે.ભાજપ ને કોઈ ફેર પડશે નહિ.
આ પણ વાંચો : 'આપ' ના શરણે ઇસુદાન: મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત
મહેશ ભાજપના પન્ટર છે
કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે અમિત શાહના કાર્યક્રમનું આયોજન કરનાર મહેશ સવાણી લોકસભા અને વિધાનસભા ટિકિટ ઇચ્છતા હતા. ટિકિટ નહિ મળતા તેઓ આપમાં જોડાયા છે. તેઓ ભાજપના પન્ટર છે.બીજી બાજુ નિખિલ ભાજપ થી આવેલો વ્યક્તિ છે આ બન્ને કોણે નુકસાન પહોંચાડશે તે સામે છે.
ભાજપ અને કોંગ્રેસના 60/40 ના ભગબટાઈ ના રેશ્યોના કારણે મજબૂત વિકલ્પ મળ્યું નથી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાધવાણીયોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે, સુરતના મહેશ સવાણી અને નિખિલ સવાણીના આપમાં જોડાતા પાર્ટી મજબૂત થઈ છે દસ વર્ષથી લઈને 70 વર્ષના લોકો જાણે છે કે એક મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને મદયય છે. પાલિકાની ચૂંટણીમાં 27 નગરસેવક આપના છે પરંતુ ભાજપ અને કોંગ્રેસના 60/40 ના ભગબટાઈ ના રેશ્યોના કારણે મજબૂત વિકલ્પ મળ્યું નથી.