સુરત: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના (Russia Ukraine War) કારણે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ગયેલા 18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા (Indian students trapped in Ukraine) છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે, શા માટે આટલી મોટી સંખ્યામાં દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રના વિવિધ કોર્સ (Medical studies in Ukraine) કરવા માટે યુક્રેન સહિત અન્ય યુરોપીયન દેશોની પસંદગી કરે છે જેનું મુખ્ય કારણ ફી સ્ત્રક્ચર છે.
આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થી હોમાયો, પરીવાર અને રાજકિય નેતાઓની આ બાબત પર શું છે પ્રતિક્રીયા ?
યુક્રેનમાં આ જ કોર્સ માત્ર 35 લાખના ખર્ચમાં
ભારતમાં MBBSના કોર્સ (MBBS courses in India) માટે 50 લાખથી લઈને 1 કરોડ કે તેનાથી વધુનો ખર્ચ કરવો પડે છે, જ્યારે યુક્રેનમાં આ જ કોર્સ માત્ર 35 લાખના ખર્ચમાં પૂર્ણ થાય છે, સાથે બીજું મહત્વનું કારણ એ પણ છે કે, ભારતમાં MBBS ક્ષેત્રની સીટ લિમિટેડ છે ,જે અંદાજે 88 હજાર જેટલી છે. જેમાંથી 45,310 સીટ સરકારી કોલેજની તેમજ 41,065 સીટ ખાનગી કોલેજની છે.
યુક્રેનના MBBS કોર્સની ડિગ્રી WHO દ્વારા પ્રમાણિત
દર વર્ષે લાખોની સંખ્યામાં NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશન (Registration for NEET exam) કરાવતા વિદ્યાર્થીઓની સરખામણીમાં આ સીટ ખૂબ જ ઓછી છે, જેને લઇને વિદ્યાર્થીઓ યુક્રેન જવાનું પસંદ કરે છે. તદઉપરાંત યુક્રેનના MBBS કોર્સની ડિગ્રી WHO દ્વારા પ્રમાણિત (MBBS degree of Ukraine certified by WHO) છે, જેને લઈને એક રીતે ગુણવત્તાયુક્ત સાબિત થાય છે, વળી જે વિદ્યાર્થીઓ ભારતમાં નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સની ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરી શકતા નથી તેમને માટે યુરોપના 27 જેટલા દેશો પ્રેક્ટિસ માટે મહત્વના સાબિત થાય છે.
આ પણ વાંચો: Russia Ukraine War: ભારતીય વિદ્યાર્થી નવીનના મોત બાદ, તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર
એન્ટરેન્સ ટેસ્ટની પણ જરૂર પડતી નથી
ફોરેન એજ્યુકેશનના એક્સપર્ટ પ્રીતિ વશિષ્ઠે જણાવ્યું હતું કે, ફી ફેક્ટર ખૂબ જ મહત્વ ધરાવે છે. 88000 સીટ માટે લાખો લોકો પરીક્ષા આપતા હોય છે. ભારત કરતા ત્યાં મેડિકલ સ્ટડી સસ્તું છે અને એન્ટરેન્સ ટેસ્ટની પણ જરૂર પડતી નથી.