સુરતમાં છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે અને અહીં હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. એક તરફ જ્યાં સુરતના અમુક વિસ્તારોમાં લોકો બુંદ બુંદ પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાની લાપરવાહીને કારણે લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે.
ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યારે લોકોના પાણી માટેના પોકારો શરૂ થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની સપાટી ઘટીછે. જૂન મહિના સુધી લોકો સુધી પાણી પહોંચાડવાની જવાબદારી મનપાની છે, ત્યારે અધિકારીઓની લાપરવાહીને કારણે સતત 2દિવસથી હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતનાસૌથી વધુ વ્યસ્ત રહેતા રિંગ રોડ પર હજારો વાહનોની અવર-જવર રહેતી હોય છે.જો તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો પાણીના કારણે પડેલા ખાડામાં કોઈ મોટી જાનહાની થઇ શકે છે.