- 120 બેઠકો ઉપર 484 ઉમેદવારો મેદાનમાં
- ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ
- ચૂંટણી પંચ અધિકારીઓ દ્વારા સુરતના વોર્ડ અનુસાર ભરાયેલા ફોર્મની ચકાસણી
સુરત: રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં 120 બેઠકો ઉપર 484 ઉમેદવારોએ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. તેમાં ભાજપ 120, કોંગ્રેસ 117, આપ 114 અને અપક્ષના ઉમેદવારો 55 છે. હવે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષમાંથી સુરતમાં કોણ આગળ આવશે તે 23 તારીખે ખબર પડશે. કોંગ્રેસના 2 સહિત 15 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.
સુરતમાં કુલ 1186 ફોર્મ ભરાયા
ગઈકાલે ચૂંટણી પંચ અધિકારીઓ દ્વારા સુરતના વોર્ડ અનુસાર ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. સુરતમાં કુલ 1186 ફોર્મ ભરાયા હતા. તેમાંથી ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા 1186 માંથી 472 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ બુધવારે ચૂંટણીપંચ પાસે સુરતના વોર્ડ નંબર 19માં ભરતકુમાર મનસુખભાઈ રાણા અને વોર્ડ નંબર-14માં સુભાષભાઈ તુલસીભાઈ ફળદુએ આજે બુધવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. એ સાથે બીજા કુલ ૧૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આજે બુધવારે ટોટલ 17 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.
776 ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી
નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રની ચકાસણી બાદ હવે 508 ઉમેદવારોની ઉમેદવારી પર મંજૂરીની મહોર લાગી હતી. જ્યારે 776 ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. જોકે, આજે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવામાં ટોટલ 17 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી અને ઉમેદવારી પરત ખેંચનાર ઉમેદવારો બધા અપક્ષના જ હતા.