ETV Bharat / city

કોરોના કાળમાં અંતિમ સંસ્કાર કરવા માટે 3 કલાકનું વેઇટિંગ - ekta trust surat

કોરોના કાળ વચ્ચે દરરોજ થઈ રહેલા મોતના આંકડા ચિંતાજનક છે અને સુરતના ત્રણ મુખ્ય સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે અઢીથી ત્રણ કલાકની વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે રોજ પોઝિટિવ અને શંકાસ્પદ કોરોના દર્દી સિવાય 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ અંગેની જાણકારી સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. જે અત્યાર સુધી કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર કરતી આવી છે.

અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર
author img

By

Published : Apr 5, 2021, 3:27 PM IST

Updated : Apr 5, 2021, 8:02 PM IST

  • સુરતના ત્રણ સમશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઇન
  • અંતિમ સંસ્કાર માટે અઢીથી ત્રણ કલાક સુધીનું વેઇટિંગ
  • WHO ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવતા વેઇટિંગ વધ્યું

સુરત : શહેરના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, રામ ઘેલા સ્મશાન ભૂમિ અને કતાર ગામ અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં આવી રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આશરે અઢીથી ત્રણ કલાક સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વચ્ચે પોઝિટિવ દર્દીના અને શંકાસ્પદ દર્દીઓના મોત સહિત અન્ય મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાલ લાંબી લાઇન જોવા મળી રહી છે.

આ પણ વાંચો - સુરતમાં અધિક પોલીસ કમિશનર અને ધારાસભ્ય કોરોના પોઝિટિવ

અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર

મૃતકોના પરિવારજનો કલાકો સુધી પરિજનના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિથી આવેલા દ્રશ્યો હચમચાવી દેનારા છે. સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મૃતદેહોની અંતિમવિધિ માટે લાંબી કતારો જોઇ કોઈને પણ ડર બેસી જાય આવી સ્થિતિનું સર્જન થયું છે.

કોરોના કાળમાં અંતિમ સંસ્કાર કરવા માટે 3 કલાકનું વેઇટિંગ

આ પણ વાંચો - સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલઃ મનપાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

સુરત શહેરમાં 100થી વધુ મૃતદેહો અંતિમ સંસ્કાર

ગત એક વર્ષથી એકતા ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ કોરોના દર્દીઓના મૃત્યુના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તે ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે, રોજે સુરત શહેરમાં 100થી વધુ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. સુરતના ત્રણ સમશાન ભૂમિ પેક થઈ ગયા છે. આશરે અઢીથી ત્રણ કલાક સુધી અંતિમવિધિ માટેની વેઇટિંગ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો - સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે 10 વર્ષથી નાના 124 બાળકો કોરોના પોઝિટિવ

માત્ર 3 જ ગેસથી ચાલતી ભઠ્ઠી

એકતા ટ્રસ્ટના ટ્રસ્ટી અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે, હાલ સ્મશાન ભૂમિમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે દોઢ કલાક સુધીનો સમય જાય છે, WHO ગાઇડલાઇન મુજબ માત્ર ગેસ ભઠ્ઠીમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, હાલ સુરતના સ્મશાન ગૃહમાં ભઠ્ઠીઓની સંખ્યા ઓછી છે. રોજ કોવિડ પોઝિટિવ દર્દી, શંકાસ્પદ દર્દી અને નેગેટિવ દર્દીઓના અંતિમ સંસ્કાર WHO ગાઇડલાઇન મુજબ જ કરવામાં આવે છે, જેના કારણે વેટિંગ વધ્યું છે. એકતા ટ્રસ્ટ પાસે રોજના આશરે 60થી 65 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે છે, જ્યારે બીજી બાજુ સંસ્થા પાસે માત્ર 3 જ ગેસની ભઠ્ઠી છે.

સ્પેશિયલ કમિટી આ બાબત પર દેખરેખ રાખી રહી છે

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ અંગે જણાવ્યું હતું કે, ડિસેન્ટરલાઈઝ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. તેના માટે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે. જે આ બાબત પર નજર રાખી રહી છે. આ સાથે અન્ય સિનિયર ઓફિસર આ બાબતને મેનેજ કરી રહ્યા છે.

આ પણ વાંચો - સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બે મહિલાના મૃતદેહ બદલાયા

Last Updated : Apr 5, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.