- VNSGU દ્વારા તમામ પરીક્ષાઓ ઓનલાઈને લેવાનો નિર્ણય
- તમામ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાનું બેઠકમાં નક્કી કરાયું
- પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો નક્કી કરવામાં આવ્યો
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગુરૂવારે પરીક્ષાઓને લઈને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષમાં કરવામાં આવી હતી. બેઠક બાદ ચર્ચા વિચારણલા કરીને યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો નિણય લેવામાં આવ્યો છે અને આ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાનો સમયગાળો બપોરે 3.00 થી 4.00 વાગ્યાનો રહેશે.
અગાઉ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનું હતું આયોજન
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ.ચાવડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ પહેલા અમે જ્યારે પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડ્યું હતું ત્યારે એમ જાહેરાત કરવામાં આવી હતી કે, પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે લેવામાં આવશે પરંતુ હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમે આજે કાઉન્સિલિંગ બેઠકમાં એમ નિણય કર્યો છે કે, બધી જ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવે તો વધુ સારું રહેશે.