ETV Bharat / city

સુરતની પ્રમુખ વિદ્યાલય દ્વારા રાજ્ય શિક્ષણ બોર્ડના જાહેરનામાનો ભંગ - STATE EDUCATION BOARD

કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયએ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જ બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ભંગ કર્યો છે. ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં આવી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા આવી બેદરકારી કરીને વિદ્યાર્થીઓની સાથે ચેડાં કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

સુરતની પ્રમુખ વિદ્યાલય દ્વારા રાજ્ય શિક્ષણ બોર્ડના જાહેરનામાનો ભંગ

author img

By

Published : Mar 21, 2021, 8:51 AM IST

  • કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા સ્કૂલ ચાલુ રાખવામાં આવી
  • રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વાર બહાર પાડવામાં આવેલા જાહેર નામાનો ભંગ
  • સ્કૂલમાં માંથી વિદ્યાર્થીઓ હાથમાં પેપર લઈને આવી રહ્યા છે

સુરત: કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયએ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જ બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ભંગ કર્યો છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરિક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં આવી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા આવી બેદરકારી કરીને વિદ્યાર્થીઓની સાથે ચેડાં કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમને સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવી રહ્યા છે

સુરત શહેર વાલીમંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, મને આજે એક વાલી મિત્રનો ફોન આવતા કહ્યું કે, સુરતના કતારગામ વિસ્તારની પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વાલીમંડળના પ્રમુખ ઉમેશ પંચાલ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આ વાતની જાણકારી આપી ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમારા દ્વારા આ સ્કૂલ વિશે હાલ કોઈ જાણકારી નથી પણ તમે આપી છે તો હવે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: સરકારના આદેશના અવગણના કરી વડોદરા શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા

જિલ્લા શિક્ષણઅધિકારીએ જણાવ્યું, હાલ તપાસ ચાલી રહી છે

હાલ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં સ્કૂલ કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યારે તે બધા જ ક્લાસ ઓનલાઇન લેવામાં આવશે તે પણ નક્કી થઇ ગયું છે. તેમ છતાં આ સ્કૂલ ખોલવામાં આવી અને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા એમ જવાબ આપવામાં આવ્યો હતો કે હાલ તપાસ ચાલી રહી છે. આ સ્કૂલ વિશે અમને પણ ઘણા ફોન આવી ગયા છે. હાલ તપાસ ચાલી રહી છે.

સુરતની પ્રમુખ વિદ્યાલય દ્વારા રાજ્ય શિક્ષણ બોર્ડના જાહેરનામાનો ભંગ

આ પણ વાંચો: રાજ્યમાં 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજો શિક્ષણ બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.