- વિજય હજારે ટ્રોફી લાલભાઈ સ્ટેડિયમ ઉપર રમવામાં આવશે
- સુરતના બે જગ્યાઓ પર પણ મેચ રમાડવામાં આવશે
- સુરતમાં રણજીત ટ્રોફી જેવી મેચો રમાઈ ચૂકી છે
સુરતઃ આજથી સુરતમાં પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી રમવામાં આવશે. આ વિજય હજારે ટ્રોફીમાં આજથી 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રમવામાં આવશે. જોકે સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખુબ જ ખુશીની પળ છે કે, આથી સુરતમાં વિજય હજારે ટ્રોફીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પહેલા પણ સુરતમાં રણજીત ટ્રોફી જેવી મેચો રમાઈ ચૂકી છે પણ તે મેચો કરતા આ મેચ ખુબ જ રોમાંચક અને યાદગાર બને તે રીતે સુરતના લાલભાઈ સ્ટેડિયમ સિવાય બીજી બે જગ્યાઓ ઉપર પણ મેચ રમાડવામાં આવશે. સી કે પીઠાવાલા ગ્રાઉન્ડ અને ખોલવડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પણ વિજય હજારે ટ્રોફી રમાડવામાં આવશે.
વિજય હજારે ટ્રોફીમાં 6 ટીમોએ ભાગ લીધો
સુરતમાં રમાનારી વિજય હઝારે ટ્રોફીમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો છે. તેમાં ગુજરાત ગોવા ત્રિપુરા હૈદરાબાદ અને છત્તીસગઢ અને તેમાં પણ ગુજરાતમાંથી વડોદરાની ટીમ પણ 17 ફેબ્રુઆરીના રોજ સુરત આવી પહોંચી હતી અને શુક્રવારના રોજ તમિલનાડુની ટીમ પણ સુરત આવી પહોંચી હતી. આ મેચમાં કુલ 15 વન ડે મેચ રમાડવામાં આવશે. આજે ગુજરાત અને તામિલનાડુની મેચ રમાડવામાં આવી હતી. તેમાં તમિલનાડુની ટીમ દ્વારા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી, ત્યારબાદ તમિલનાડુની ટીમ દ્વારા 50 ઓવરમાં 232 કરીને ગુજરાતીની ટીમને 233નો ટ્રેગેટ આપવામાં આવ્યો હતી. આજે ગુજરાતની ટીમ વિજેતા થઇ હતી. જોકે આ મેચનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સ્ટેડિયમમાં કોરોનાને ધ્યાનમાં રાખતા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી.
સુરત ક્રિકેટ એસોસીએશન દ્વારા આ મેચ સફળ થઇ
સુરતમાં ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન તથા બી.સી.સી.આઈને રજૂઆત કરવામાં આવી હતી. સુરતના આંગણે IPL મેચ રમાડવામાં આવે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બી.સી.સી.આઈ દ્વારા સુરત ક્રિકેટ એસોસિએશન જોડે ચર્ચા વિચારણા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, સુરતના આંગણે વિજય હજારે ટ્રોફી રમાડવામાં આવે તો સારુ કારણ કે, આઈપીએલ મેચ અમદાવાદ ખાતે રમાશે, ત્યારે સુરત ખાતે વિજય હજારે ટ્રોફી રમાડવામાં આવે તો સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે પણ આનંદના સમાચાર કહેવાય. આથી આજથી સુરતના આંગણે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી રમાડવામાં આવી છે. સુરત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત એસોસિએશન અને બીસીસીઆઈ ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બી.સી.સી. આઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા સુરતમાં વિજય હજારે ટ્રોફીની શરૂઆત કરવામાં આવી તે બદલ.