સુરત: શાળામાં ગૃહકાર્ય અને ભૂલ કરનારા વિદ્યાર્થીઓને સજામાં ઉઠક-બેઠક કરાવવામાં આવતી હોય છે, પરંતુ સુરતની એક શાળામાં (Unique School In Surat) આવી ભૂલ કરનારા વિદ્યાર્થીઓને સજા રૂપે લીમડાનો રસ (Neem juice for children) પીવડાવવામાં આવે છે. એટલું જ નહીં, શાળાના ગાંધીવાદી આચાર્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના આવે માટે રેંટિયો કાંતે છે.
બાળકોને નુકસાન ન થાય તેવી શિક્ષા-સુરતના અડાજણ વિસ્તાર (School In Surat Adajan Area)માં આવેલા વિદ્યાકુંજ શાળા (Vidhyakunj School Surat)ના વિદ્યાર્થીઓ જો શાળામાં આવે અથવા યુનિફોર્મ યોગ્ય રીતે ન હોય તેમજ ગૃહકાર્ય કર્યા વગર પણ શાળામાં આવી જાય તો તેમને શિક્ષા આપવાની રીત અન્ય શાળાઓ કરતા ખૂબ જ જૂદી છે. અન્ય શાળાઓમાં શિક્ષક કડકાઈ બતાવીને ઉઠક-બેઠક કરાવે છે અથવા તો સ્કેલથી માર મારે (punishment in schools In gujarat) છે, પરંતુ વિદ્યાકુંજ શાળાના આચાર્ય કે જેઓ ગાંધી વિચારધારા (Gandhian ideology in surat school) ધરાવે છે તેઓ પોતાના વિદ્યાર્થીઓને આવી શિક્ષા આપે છે, જેનાથી તેમને નુકસાન ન થાય અને યોગ્ય શિક્ષા પણ મળી રહે.
આ પણ વાંચો: Teaching Through Painting In Deesa: ડીસાની સરકારી શાળાની શિક્ષિકાનો બાળકોના શિક્ષણ માટે અનોખો પ્રયોગ
51 કલાક સુધી વિદ્યાર્થીઓએ રેંટિયો કાંત્યો- આચાર્ય મહેશ પટેલ ભૂલ કરનારા વિદ્યાર્થીઓને લીમડાનો રસ પીવડાવે છે. આ દંડ માત્ર બાળકોને સુધારવા માટે જ નહીં, પરંતુ તેમનું આ રસ થકી સ્વાસ્થ્ય પણ સારું (benefits of neem juice) થાય એ હેતુસર શિક્ષા તરીકે આપવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાના ઉદ્દેશથી ગાંધીવાદી શિક્ષક મહેશ પટેલ તત્પર છે. તેઓએ જણાવ્યું હતું કે, દેશના વીર જવાનો પ્રત્યે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સંવેદનશીલ થાય એ માટે શાળામાં 51 કલાક સુધી વિદ્યાર્થીઓએ રેંટિયો કાંત્યો હતો. તેનાથી રાખડી બનાવવામાં આવી હતી. મેં મારા વિદ્યાર્થીઓને આ રાખડી આપી હતી કે, તેઓ આ રાખડી તેમના પરિવાર અને પરિચિત લોકોને આપી દેશના સૈનિકો માટે કશુંક કરવાનો સંદેશ આપે.
15 દિવસ સુધી ચંપલ ન પહેર્યા- એટલું જ નહીં તેઓ માત્ર વિદ્યાર્થીઓને જ શિક્ષણ નથી આપતા, જ્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરે ત્યારે તેઓ પોતાને પણ સજા કરતા હોય છે. કારણ કે તેમને લાગે છે કે, વિદ્યા અને સંસ્કાર (Education and sacraments In Surat) આપવામાં કંઇ કચાસ રહી ગઈ હશે જેના કારણે વિદ્યાર્થીઓ આવી ભૂલ કરી રહ્યા છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે, એક વખત શૌચાલયની પાઇપલાઇન વિદ્યાર્થીઓ દ્વારા તોડી નાંખવામાં આવી હતી, પરંતુ કયા વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી તે કોઈ કહેવા તૈયાર નહોતું. જેના કારણે તેઓએ 15 દિવસ સુધી ચંપલ નહીં પહેરી ઉઘાડા પગે રહેવાની પોતાને શિક્ષા આપવાનું નક્કી કર્યું. આખરે આ જોઈ જે વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી હતી તેઓએ આચાર્યથી માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ
બાળકોનું સારું કરવા માટે દંડ- શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થિની પ્રીશા રાઠોડે જણાવ્યું હતું કે, ગૃહકાર્ય નહીં કરવાના કારણે આજે લીમડાનો રસ પીવાનો દંડ કરાયો હતો. અન્ય શાળાઓ કરતા આ દંડ પ્રક્રિયા જૂદી છે, પરંતુ એ અમારા ભવિષ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલું જ નહીં, લીમડો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અન્ય વિદ્યાર્થી મોદી ચાર્મીએ જણાવ્યું હતું કે, દંડ આપવાની પ્રક્રિયા એવી છે કે જે રીતે માતાપિતા પોતાના બાળકોની કાળજી લેતા હોય છે. તેઓ બાળકોનું સારું કરવા માટે તેમને આવો દંડ આપે છે કે, જે તેમના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી હોય છે.