સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં આ વખતે નવા સત્રથી નવા વિદ્યાર્થીઓની ફીસ (Veer Narmad University Fees)માં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે યુનિવર્સિટી દ્વારા છેલ્લે 2013માં ફીસ વધારો (Fees In Universities Of Gujarat) કરવામાં આવ્યો હતો. નાણા વિભાગ દ્વારા 22-3-2022નો ઠરાવ કર્યો હતો એ મુજબ એલાઉન્સ હતા એમાં વધારો કરવામાં આવ્યો છે.
ઠરાવ મુજબ એલાઉન્સમાં વધારો- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગત 1-2-2022ના યુનિવર્સિટીના સિન્ડિકેટ સભામાં ગુજરાત સરકારના નાણા વિભાગ (Finance Department of Gujarat Government) દ્વારા 22-3-2022નો ઠરાવ કર્યો હતો એ મુજબ એલાઉન્સ હતા એમાં વધારો કર્યો છે. ભાડા ભથ્થાઓમાં વધારો કર્યો છે જેને લઇને આ સભામાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે, હવેથી યુનિવર્સિટીમાં નવા એડમિશન (New Admission In VNSGU) માં આવનારા વિદ્યાર્થીઓ પાસેથી ફીસ 10 ટકા વધારા સાથે લેવામાં આવશે. આ વધારો યુનિવર્સિટીની 264 સંલગ્ન કોલેજોમાં લાગુ થશે.
આ પણ વાંચો: રાજ્યની મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં વધારો કરાયો
એકસાથે અનેક કોર્ષની ફીસમાં વધારો- આ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં વિવિધ કોર્ષો (Courses In VNSGU)ની ફીસમાં એકસાથે વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના BA, B.Com, BCA, BSC, BBAમાં કુલ મળી 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ (VNSGU Number of Students) છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે સ્વનિર્ભર અભ્યાસક્રમને લઈને છેલ્લે 2013માં ફીસમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી એ ફીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ દરમિયાન યુનિવર્સિટીના વિવિઘ ખર્ચાઓમાં કોલેજોમાં 40 ટકાનો વધારો થયો છે.
પરીક્ષા અને વહીવટી ખર્ચમાં 40 ટકાનો વધારો- યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ (Register in charge of VNSGU) જયદીપ ચૌધરીએ જણાવ્યું કે, યુનિવર્સિટીમાં પરીક્ષાઓ અને બીજા વહીવટી ખર્ચાઓ આ તમામમાં 40 ટકાનો વધારો થયો છે. આ વધારાને ધ્યાનમાં રાખીને ભાડા-ભથ્થાઓમાં ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા 22-3-2022નો ઠરાવ કર્યો હતો એ મુજબ એલાઉન્સ હતા એમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: Increase Fee in Private Schools : કોરોના દરમિયાન સૌરાષ્ટ્રની 1500 ખાનગી શાળાઓમાં થશે ફીમાં વધારો
દર વર્ષે 10 ટકાનો વધારો થશે- તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સારી રીતે સગવડ મળી શકે તે રીતે સુચારુ રૂપે સંચાલન કરી શકાય. હાલ 1-2-2022ના યુનિવર્સિટીના સિન્ડિકેટ સભામાં જે નવા એડમિશન થવાના છે. એ ફીસમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે ક્રમશ: દર વર્ષે 10 ટકા વધશે. એટલે કે, UGના અભ્યાસક્રમમાં 3 વર્ષ માટે 10 ટકા વધારો થશે. યુનિવર્સિટીમાં હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ લઇ રહ્યા છે તેમની પાસેથી જૂની ફીસ મુજબ જ ફીસ લેવામાં આવશે અને હવે પછીની એડમિશન પ્રોસેસ ચાલું થઈ ગઈ છે.