- યુનિવર્સિટીમાં લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું
- કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું
- વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી ઈશ્વરને પાર્થના
સુરતઃ આજે લાભ પાંચમનું શુભ મુહૂર્તનો દિવસ એટલે શહેરના ટેક્સટાઇલ (Textile)અને ડાયમંડ ઉદ્યોગ(Diamond industry)માં શુભ મુહૂર્ત કરવામાં આવે છે. અને આખું વર્ષ શુભમય વીતે એવી ઈશ્વરને પાર્થના કરવામાં આવે છે.તેજ રીતે આજે શહેરમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University) માં લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું.
યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું
યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા(Dr. Kishore Singh Chawda) દ્વારા લાભ પાંચમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું. યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ, એસેમ્બલી હોલ, એકાઉન્ટ વિભાગ, પરીક્ષા કંટ્રોલરૂમ વગેરેનું ખુબ પોતાના હાથે જ શુભ મુહૂર્તમાં મુહૂર્ત કર્યું હતું. તથા ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે આવનારું વર્ષ બધા માટે શુભ રહે તેવી પાર્થના.
આ એક યુનિવર્સિટી તો છે જ પરંતુ મંદિર પણ છે
આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ.ચાવડા એ કહ્યુકે આજે લાભ પાંચમનો દિવસ એટલે વખત દુકાનદારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે લોકો શુભ મુહૂર્ત કરી ઈશ્વર પાસે આશીર્વાદ લે છે. તેજ રીતે આજે આપણા સૌની યુનિવર્સિટી જે એક યુનિવર્સિટી તો છે જ પરંતુ સરસ્વતી માતાજીનું મંદિર પણ છે.જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપવામાં આવે છે.જેથી આજે શુભ મુહૂર્તમાં યુનિવર્સિટીના ગેટ ઉપર, એકાઉન્ટ વિભાગ, પરીક્ષા કંટ્રોલરૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ, એસેમ્બલી હોલ વગેરે જગ્યાએ શુભ મુહૂર્ત કરી નવા વર્ષની શરૂઆત કરી છે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી ઈશ્વરને પાર્થના છે.
આ પણ વાંચોઃ રાજ્ય સ્થાપના દિવસ: જાણો આ 21 વર્ષોમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું
આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ