સુરત: વરાછા મીની હીરા બજાર (Varachha Diamond Market) ખાતે ઓફિસ ધરાવતા હીરા વેપારી પાસેથી પરિચિત હીરા દલાલ સહિત 5 જણાએ માર્કેટમાં તૈયાર હીરાની ડિમાન્ડ (Diamond demand in india)હોવાનું જણાવી રૂપિયા 4.66 કરોડના હીરા વેચાણ કરવા માટે લઇ ગયા બાદ પેમેન્ટ ચૂકવ્યું નહોતું. છેતરપિંડી (Diamond fraud in surat) કરનારા હીરા દલાલ સહિતની ટોળકીએ વાયદાઓ કરી હીરા વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે હીરા વેપારીએ ક્રાઇમ બ્રાંચ (crime branch surat)માં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પોલીસે આ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકરણમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ કતારગામ અનાથ આશ્રમ (katargam orphanage surat)ની બાજુમાં આવેલી ગૌરવપાર્ક સોસાયટીમાં રહેતા મહેશ શામજી ધોળીયાએ ક્રાઇમ બ્રાંચમાં હીરાની રૂપિયા 4.66 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહેશ ધોળીયા વરાછા મીની બજાર ખાતે ઓફિસ નંબર 3 કપુરવાડી ખાતે હીરાની ઓફિસ ધરાવે છે. તેઓ ભાગીદાર ચેતન ખોખરીયા સાથે છેલ્લા 20 વર્ષથી કાચા હીરાની ખરીદી કરી તેની ઉપર જોબવર્ક કરાવી તૈયાર હીરા માર્કેટમાં વેચાણ કરે છે.
હીરાની કિંમત સારી મળશે તેવી લાલચ આપી હતી
દરમિયાન ગત તારીખ 1 એપ્રિલ 2021 થી તારીખ 31 જુલાઈ 2021ના સમયગાળામાં હીરા દલાલ રાજેશ મગન મેતલીયાએ વેપારી મહેશ ધોળીયાને તૈયાર હીરાની માર્કેટમાં સારા વેપારીઓને જરૂર છે, હીરાની કિંમત (price of diamonds in india) સારી મળશે તેમ કહી નિશીત રાજુ શાહ તથા પુનિત મહેતા, મહેશ વસોયા અને ક્રીપેન જોગાણી સાથે મુલાકાત કરાવી હતી. માર્કેટમાં ચાલતા ટકા પ્રમાણે કમિશન કાપી નાણાં આપવાની તમામે ભેગા મળી તૈયારી દર્શાવી હતી અને માર્કેટમાં તૈયાર હીરાની ડિમાન્ડ હોવાનું જણાવ્યું હતું.
વેપારીને હાથ-ટાંટીયા તોડી નાંખવાની ધમકી
તેમણે અલગ-અલગ તારીખે હીરા વેચાણ કરી તેના નાણાં પરત કરી દેવાનો વિશ્વાસ આપી કુલ રૂપિયા 4.66 કરોડના હીરા લીધા હતા. રૂપિયાની ઉઘરાણી કરતા વેપારીને હાથ-ટાંટીયા તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ આ મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આ કેસમાં વરાછા પોલીસે (surat varachha police) 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં વધુ 2 આરોપીઓની પૂછપરછ દરમિયાન નામ સામે આવતા અન્ય 2 આરોપી મહાવીર ભાઈ અને વિજયભાઈ નામના 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Civil Hospital Surat: સુરત ખાતે 108 એમ્બ્યુલન્સમાં સગર્ભાની પ્રસુતી કરાવાઇ