સુરત: દર વર્ષે યુવા પેઢીઓ એકબીજાને ગુલાબનું ફૂલ અથવા તો કોઈ ભેટ આપીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં હોય છે. બદલાતા સમયની સાથે ભારતીય સંસ્કૃતિ આજની યુવા પેઢીમાંથી જાણે લુપ્ત થતી જઇ રહી છે, ત્યારે વેલેન્ટાઈન ડેનો દિવસ માતા -પિતાની પૂજા અર્ચના કરી ઉજવવામાં આવે તેવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જેથી સુરતની શાળાઓમાં વેલેન્ટાઇન ડેની માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
શાળામાં આમંત્રિત કરાયેલા વાલીઓની વિધાર્થીઓ દ્વારા પૂજા કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. શાળામાં જોવા મળેલા અદ્ભૂત દ્રશ્યો બાદ વાલીઓ અને શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.