સુરત: સુરતમાં કાંચ અને ફેવિકોલ સહિતના મિશ્રણથી તૈયાર સુરતી માંજાની ડિમાન્ડ આ વખતે પણ સુરતના બજારમાં જોવા મળી રહી છે. સુરત હોય ગુજરાતના અન્ય શહેરો, મહારાષ્ટ્ર કે બેંગ્લોર એટલું જ નહીં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના આકાશમાં પતંગ કોઈ પણ ચગે પણ ફિરકી સુરતની હોય છે અને ખાસ આ ફિરકીમાં સુરતી માંજા જ હોય છે. સુરત ખાતે ધારદાર લુગદી માંજો તૈયાર થાય છે જેને લોકો સુરતી માંજા તરીકે ( Surati Manja is the first choice) ઓળખે છે. દેશ-વિદેશના લોકો ઉત્તરાયણનો ઉત્સવ સુરતી માંજા સાથે માણે છે. આ વખતે સુરતી માંજાની કિંમતમાં 30 ટકાનો વધારો નોંધાયો છે, તેમ છતાં લોકોની પહેલી પસંદ આ માંજો છે.
વિદેશોમાં ભારે ડિમાન્ડ
સુરત શહેર આ માંજો ડબગરવાડ અને રાંદેર વિસ્તારમાં તૈયાર થાય છે. સુરતી માંજાના વેપારી ચંદ્રેશ ભગવાનદાસે જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા છેલ્લાં 90 વર્ષોથી આ વ્યવસાય કરવામાં આવે છે. શ્રાવણ મહિના બાદથી જ ઓર્ડર મળવા લાગે છે, આ વખતે 30 ટકાનો ભાવ વધારો હોવા છતાં સારી ડિમાન્ડ છે. અમેરિકા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ માંજો જાય છે, એટલું જ નહિ દેશમાં મહારાષ્ટ્ર બેંગલોર સહિતના રાજ્યોમાં પણ સારી ડિમાન્ડ હોય છે. પતંગ રસીયા સોલંકી નીલે જણાવ્યું હતું કે, તેઓ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને ઉતરાયણના પર્વ પર માત્ર સુરતી માંજો જ ખરીદે છે, જે માંજાની દેશ વિદેશમાં ડિમાન્ડ છે તે શહેરમાં જ મળી રહે છે, આ માટે તેઓ પોતાને ભાગ્યશાળી પણ ગણે છે.
કઈ રીતે તૈયાર થાય છે સુરતી માંજા
- સુરતના પાણીમાં અમુક માત્રામાં ક્ષાર હોય છે આ પાણી સુરતની દોરીને મજબૂત રાખે છે.
- સુરતી માંજામાં ફેવિકોલ નાખવામાં આવે છે અને લૂગદીથી દોરી ઘસવામાં આવે છે.
- ફેવિકોલ દોરીના દરેક તાંતણાની અંદર પેસી જાય છે, અને દોરીમાં કાચ પણ હોય છે.
- સુરતમાં કેટલાક પરિવાર આ વેપાર સાથે 100 વર્ષથી જોડાયેલા છે.
- ખાસ કારીગરોના અનુભવના કારણે આ દોરી વધુ મજબૂત રહે છે.
આ પણ વાંચો: