- સુરતમાં 9થી 11 જાન્યુઆરી સુધી સુરત ઈન્ટરનેશનલ એક્સ્પોનું આયોજન
- કેન્દ્રિય ટેક્સટાઈન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સરસાણામં એક્સ્પોને ખુલ્યો મુક્યો
- ટેક્સટાઈલ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું રાજ્યનું આ પહેલું એક્ઝિબિશન
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સુરતમાં ત્રિ દિવસીય સિટેક્સ-2021 એટલે કે સુરત ઈન્ટરનેશનલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી ટેક્સટાઈલ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું રાજ્યનું સૌ પ્રથમ પ્રત્યક્ષ બીટૂબી એક્ઝિબિશન સુરતમાં યોજાઈ રહ્યું છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ‘સિટેક્સ–2021’ને સુરત અને ગુજરાત રાજ્યના કાપડ ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ ગણાવીને તેની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
એક્સ્પોમાં 100થી વધુ સ્ટોલ
કોવિડ-19 ગાઈડલાઈન સાથે આયોજિત થનારા આ પ્રદર્શનમાં અહીં 100થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ટેક્સટાઈલ મશીનરી, એસેસરિઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સર્ક્યૂલર નીટિંગ, યાર્ન ડાઈંગ, વોર્પિંગ મશીન, ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી, વિવિધ પ્રિન્ટિંગ ઈન્ક, સ્યૂઈંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિક્સ મશીન, ટીએફઓ જેવી ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થશે.