ETV Bharat / city

સુરતમાં આંગળવાડીના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું - Department of Women and Child Development

સુરત કલેક્ટર કચેરી ખાતે આજે મંગળવારે આંગળવાડીના બાળકોને ગણવેશ (Uniforms)નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કોવીડ (corona)ની સ્થિતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર (Collector) ના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો.

સુરતમાં આંગળવાડીના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું

author img

By

Published : Jun 29, 2021, 9:06 PM IST

  • આંગણવાડીના બાળકોને ગણવેશનું વિતરણ
  • કલેક્ટર કચેરી ખાતે કરાયું હતું વિતરણ
  • રાજ્યના 33 જિલ્લાઓમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો

સુરતઃ રાજ્યના તમામ શહેરોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આદેશ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ઓનલાઇન પદ્ધતિથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) તથા તમામ બીજા રાજ્યકક્ષાના પ્રધાનોના અધ્યક્ષતા હેઠળ તમામ શહેરોમાં આવેલા આંગણવાડીમાં નાના બાળકોને ગણવેશ (Uniforms) આપવામાં આવ્યો હતો. તે જ રીતે સુરત શહેરમાં પણ ગણવેશ આપવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર (Collector) પણ ઓનલાઇન જોડાયા હતા. ત્યારબાદ તેમના દ્વારા એક બાદ એક ઓનલાઈન સિસ્ટમ થકી આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારીમાં આ કાર્યક્રમ ઓનલાઇન સિસ્ટમથી કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યપ્રધાને તમામ બાળકો અને તેમના માતા પિતાઓને તથા નગર પ્રાથમિકના શિક્ષકોને આભાર પણ માન્યો હતો.

સુરતમાં આંગળવાડીના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું
સુરતમાં આંગળવાડીના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું

શહેરના તમામ આંગણવાડીમાં ગણવેશ આપવામાં આવ્યો

રાજ્યના મુખ્યપ્રધાનના આદેશ મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાં તથા જિલ્લા પંચાયતોમાં જ્યાં જ્યાં નગર પ્રાથમિક સ્કૂલો છે ત્યાં અને ત્યાંના આંગણવાડીમાં નાના બાળકોને ગણવેશ (Uniforms) આપવામાં આવ્યો હતો. તે જ રીતે સુરતમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા આંગણવાડીઓમાં નાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી (Collector's Office) ખાતેથી આની શરૂઆત થઇ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 3થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કાર્યક્રમનું કરાયું હતું આયોજન

આ કાર્યક્રમ બાબતે સુરત કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે મંગળવારે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાએથી મુખ્યપ્રધાન (Chief Minister)ની અધ્યક્ષતા હેઠળ ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચોઃ Uniform distribution Anand: 52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

ગણવેશથી એક સૂત્રતા જળવાઇ એ હેતુથી ગણવેશનું કરાયું વિતરણ

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી કોવિડના કારણે આંગણવાડી તથા પ્રાથમિક શાળાઓ બંધ હતી એના લીધે બાળકોમાં માનસિક રીતે તથા શારીરિક રીતે જે ખામીઓ રહી ગઈ છે. એ આપણે વર્ચ્યુઅલ માધ્યમથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સમય દરમ્યાન બાળકોનો ઉત્સાહ વધારવા માટે એમણે જે ઘરમાં રહીને કૃતિઓ બનાવવામાં આવી હતી. તેનું અર્પણ આજના કાર્યક્રમમાં બાળકોએ કર્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું કે, હવે જ્યારે ભવિષ્યમાં આંગણવાડીઓ ચાલુ થશે ત્યારે દરેક આંગણવાડીઓમાં જુદા-જુદા વર્ગોથી બાળકો આવે છે, જુદા જુદા સમાજમાંથી આવે છે આર્થિક પરિસ્થિતિ પણ અલગ-અલગ હોય છે, તો આવી પરિસ્થિતિમાં ગણવેશથી એક સૂત્રતા જળવાઇ બાળકનું પણ અભિમાન જળવાય એ હેતુથી આપણે આ કાર્યક્રમ રાખ્યો છે.

દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં બાળકોને ગણવેશનું વિતરણ

શહેરમાં આવેલા આંગણવાડીઓમાં ગણવેશનું વિતરણ થયું છે. આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં બાળકોને ગણવેશ વિતરણ કર્યા હતા અને એવી આશા સાથે મુખ્યપ્રધાને તમામ આંગણવાડીઓના કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.