સુરત ઘોડદોડ રોડ ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરી એક વખત કિશોરીઓ નાસી જવાની ઘટના બની છે. નારી સંરક્ષણ ગૃહમાંથી બે કિશોરીઓ દિવાલ કૂદીને ભાગી ગઈ હતી. બે કિશોરીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયાંની જાણ થતાં સંસ્થા દ્વારા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાંથી એક કિશોરી મહારાષ્ટ્રના રત્નાગીરીથી મળી આવી છે અને બીજી શોધખોળ પોલીસ કરી રહી છે.
સીસીટીવીમાં નાસતી જોવા મળી સુરતના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં એકલી ભટકતી 16 અને 15 વર્ષીય કિશોરીઓને પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં મૂકી હતી. આ બંને કિશોરીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી દિવાલ કૂદીને નાસી ગઈ હતી. જેના સીસીટીવી પોલીસને મળ્યાં હતાં.
આ પણ વાંચો કિશોરી પર હુમલો કરનારને ગામલોકોએ આપ્યો મેથીપાક, વીડીયો થયો વાયરલ
એક મળી આવી આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે બંને કિશોરીઓ રામનગર સુધી ચાલતી ગઈ હતી અને ત્યારબાદ એક કિશોરી મહારાષ્ટ્ર તરફ નાસી ગઈ હતી. જેની તપાસ શરૂ કરતાં આ કિશોરી રત્નાગીરીથી મળી આવી છે, જ્યારે હજુ પણ બીજી કિશોરીની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ
અન્ય એક કિશોરીની પોલીસ શોધખોળ કરી રહી છે આ સમગ્ર મામલે નારી સંરક્ષણ ગૃહના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ રૂબી સિંહે જણાવ્યું હતું કે, 13મી ઓગસ્ટના રોજ એક કિશોરીને લિંબાયત તો બીજી છોકરીને પાંડેસરા પોલીસ મથક વિસ્તારથી અલગ અલગ લવાઈ હતી. 14મી ઓગસ્ટના રોજ અમારો એક કાર્યક્રમ હતો અને બીજા દિવસે રવિવારની રજા આવી જતાં આ છોકરીઓનું કાઉન્સિલિંગ થઈ શક્યું નહોતું. આ બંને કિશોરીઓ નારી સંરક્ષણ ગૃહની દિવાલ કૂદીને ભાગી ગઈ હતી જે અંગે અમે પોલીસને જાણ કરી હતી. જેમાંથી એક કિશોરી ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર પહોંચી ગઈ હતી. જે હાલ મળી આવી છે જ્યારે અન્ય એક કિશોરીની પોલીસ શોધખોળ કરી રહી છે. Nari sanrakshan grih in surat Teenage girls run away CCTV Limbayat Police Pandesara Police