ETV Bharat / city

લોન કૌભાંડમાં બેંકના બે સેલ્સ મેનેજરની ધરપકડ, ઇટાનગરનો RTO અધિકારી પણ સામેલ - surat crime branch

સરથાણા ગેરેજ માલિકે ઈર્શાદ પઠાણ અને તેની ટોળકીએ જે વાહનો મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તે વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી લોન મંજૂર કરી લેવાનું કૌભાંડ હવે યસ બેન્કના સેલ્સ મેનેજર સુધી પહોંચ્યું છે. આઠ કરોડથી પણ વધુ બેંક લોન કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે યસ બેન્કના બે સેલ્સ મેનેજરની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલો અરુણાચલ પ્રદેશના ઇટાનગરના RTO અધિકારી સુધી પહોંચ્યો છે.

સુરત
સુરત
author img

By

Published : Mar 14, 2021, 1:34 PM IST

  • બોગસ દસ્તાવેજો બનાવી 8.64 કરોડની કમર્શિયલ લોન લેવાઈ
  • ઇટાનગરના નાહર લૂંગણ RTOના અધિકારી પણ સામેલ
  • સમગ્ર મામલે ઇન્ટર્નલ ઇન્કવાયરી કરી બંને સેલ્સ મેનેજરને સસ્પેન્ડ કરાયા

સુરત: ઈર્શાદ પ્રધાન અને બીજા 19 આરોપીઓએ ભેગા થઈને ટાટા મોટર્સ તેમજ અશોક લેલન કંપનીના મોટા વાહનો કે જેનું મેન્યુફેક્ચરીંગ થયું જ નથી તેના બોગસ દસ્તાવેજો બનાવીને યસ બેંકની 53 બ્રાન્ચમાંથી 8.64 કરોડની કમર્શિયલ લોન લીધી હતી. તેમાંથી 5.25 કરોડની લોન ભરપાઈ કરવામાં આવી ન હતી, આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને ઈર્શાદ પટેલ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન યસ બેન્કના સેલ્સ મેનેજર કેયુર ડોકટર અને ધવલ લીંબડની ધરપકડ કરી હતી.

સુરત

આ પણ વાંચો: 2.27 કરોડનું બેંક લોન કૌભાંડ : બેન્ક મેનેજરની સંડોવણી, CIDએ 5 આરોપીની કરી ધરપકડ

DSAની સહીઓ પણ જાતે કરી લેતા હતા

આ કામમાં હજુ પણ એક વોન્ટેડ આરોપી રજની પીપલિયાની સાથે મળી વાહનોની લોનની પ્રોસેસ કરી હતી જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેના ઉપર પેપર સેટ કરી રજની પીપળી અલગ-અલગ કસ્ટમર લાવી સેલ્સ મેનેજર કેયુર ડોકટર તેમજ ધવલ લીંબડને આપતા હતા આ બંને સેલ્સ મેનેજર તેમની યસ બેન્કના અલગ-અલગ લોન એજન્ટના કોડમાં વાહનોની ફાઈલ લોગી ન કરી જાતે જ એજન્ટના કોડના સિક્કા તેમજ DSAની સહીઓ પણ કરી લેતા ફાઇનલ કરી નાખતા હતા.

ઇટાનગરમાં આરટીઓ અધિકારી આ કૌભાંડમાં સામેલ

આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે આ તપાસ ની અંદર દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. RTOમાં જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તે ઇટાનગરના નાહર લૂંગણ RTOના છે, ત્યાંના RTO અધિકારી આ કૌભાંડમાં સામેલ છે. આ સમગ્ર મામલે ઇન્ટર્નલ ઇન્કવાયરી પણ કરી છે અને બંને સેલ્સ મેનેજરને સસ્પેન્ડ પણ કર્યા છે.

આ પણ વાંચો: કચ્છમાં KDCC બેંક લોન કૌભાંડ, 8 સહકારી મંડળીની સંડોવણી, 26ની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.