ETV Bharat / city

કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓ: વડોદરાની MSUના પૂર્વ GS અને મહિલાએ નોંધાવી ઉમેદવારી

કેનેડામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં સંસ્કારી નગરી વડોદરાની મહિલા અને MS યુનિવર્સિટીના પૂર્વ GS દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. બન્નેએ કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. MSUના પૂર્વ GS નવલ બજાજે બ્રેમ્પ્ટન બેઠક પરથી અને રિન્કુ શાહે હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓ: વડોદરાની MSUના પૂર્વ GS અને મહિલાએ નોંધાવી ઉમેદવારી
કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓ: વડોદરાની MSUના પૂર્વ GS અને મહિલાએ નોંધાવી ઉમેદવારી
author img

By

Published : Aug 9, 2021, 9:05 PM IST

  • કેનેડામાં આવી રહી છે સામાન્ય ચૂંટણી
  • ચૂંટણીમાં વડોદરાના 2 લોકોએ નોંધાવી ઉમેદવારી
  • કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડામાંથી નોંધાવી ઉમેદવારી

વડોદરા: કેનેડામાં 44મી સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે દર 4 વર્ષે યોજાતી ચૂંટણી આ વર્ષે વહેલી યોજાઈ શકે તેમ છે. વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત થઈ હતી. કેનેડાના વર્તમાન ચિત્ર મુજબ શાસક લિબરલ પાર્ટી પાસે કુલ 338 પૈકી 155 બેઠકો છે. જ્યારે, વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 119 બેઠકો છે. કેનેડાનું ઑન્ટેરિયો ગુજરાતીઓ માટે હાલ કેન્દ્ર સ્થાને છે. કારણ કે વડોદરા સાથે સંકળાયેલા 2 લોકોએ આવનારી સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

રિન્કૂ શાહ
રિન્કૂ શાહ
નવલ બજાજ
નવલ બજાજ

બન્ને કેનેડાના રાજકારણમાં ઘણા સમયથી સક્રિય

વડોદરા સાથે સંકળાયેલા નવલ બજાજ અને રિન્કૂ શાહે કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા (CPC)માંથી ઉમેદવારી નોંધાવી છે. વડોદરાની MS યુનિ.ના પૂર્વ જનરલ સેક્રેટરી નવલ બજાજે બ્રેમ્પ્ટન પૂર્વ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. નવલ બજાજ કેનેડિયન બિઝનેસમેન પણ છે અને તેમને વિવિધ એવોર્ડની સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. વર્ષ 2015માં નવલ બજાજ ચૂંટણીમાં હાર્યાં હતાં. બીજી તરફ, બરોડિયન રિન્કુ શાહ ઑન્ટેરિયોની હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠકના ઉમેદવાર છે. રિન્કુ શાહ પ્રથમ ગુજરાતી ઉમેદવાર છે. છેલ્લાં સાતેક વર્ષથી તેઓ કેનેડામાં રાજકારણ સાથે સંકળયેલાં છે. ભારતીય સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન મળે તે માટે હંમેશા તત્ત્પર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.