ETV Bharat / city

દાસ્તાન ફાટક નજીક મોટર સાયકલ સ્લીપ થતાં બે યુવકોના મોત - સુરત ન્યૂઝ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં દાસ્તાન ગામની સીમમાં રેલવે ફાટક પાસે શુક્રવારના રોજ એક મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી. મોટર સાયકલ સવાર બન્ને યુવકોને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયા હતા.

મોટર સાયકલ સ્લીપ થતાં બે યુવકોના મોત
મોટર સાયકલ સ્લીપ થતાં બે યુવકોના મોત
author img

By

Published : Apr 23, 2021, 9:18 PM IST

  • બારડોલીથી કડોદરા જઈ રહ્યા હતા યુવકો
  • દાસ્તાન ફાટક પાસે બાઇક સ્લીપ થતાં સર્જાયો અકસ્માત
  • બન્ને યુવકોના સ્થળ પર જ મોત

બારડોલી: કડોદરા બારડોલી રોડ પર દાસ્તાન ફાટક નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જતાં બે યુવકોના સ્થળ પર જ કરુણ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આશાસ્પદ યુવકોના થયા મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં દાસ્તાન ગામની રેલવે ફાટક નજીક બે આશાસ્પદ યુવકોના મોત થતા ચકચાર મચી ગઈ હતી. કડોદરા-બારડોલી રોડ પર દાસ્તાન ફાટક નજીકથી પસાર થતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું

ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત

એક મોટર સાયકલ ઉપર બે યુવકો બારડોલીથી કડોદરા તરફ જઈ રહ્યા હતા. તે સમયે દાસ્તાન ફાટક નજીક બાઈક સ્લીપ થતા બન્ને યુવાનો જમીન પર પટકાયા હતા. નીચે પટકાતા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ જતા ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

આધારકાર્ડના આધારે થઈ ઓળખ

ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતક યુવકોની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. એક યુવક પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે તેમની ઓળખ થઈ હતી. જે પૈકી એક યુવક કડોદરા અરિહંત પાર્કમાં રહેતો વિનોદ કુમાર અને બીજો યુવક કડોદરાની નવદુર્ગા સોસાયટીમાં રહેતો લવેશકુમાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.