- પિતા વેફરનું પકીડુ પકડાવી ડીજે જોવા ગયો અને બાકડે બેસેલી બાળકીને હવસખોર ઉપાડી ગયો
- બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો
- બાળકીને ઉપાડી ઝાડી ઝાંખરામાં લઇ જઇ પીંખી નાંખવામાં આવી
સુરત: પાંડેસરાના વડોદ વિસ્તારમાંથી દિવાળીની રાતે ગુમ થયેલી અઢી વર્ષની બાળકી (Missing girl from Pandesara)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ બનાવમાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પિતા વેફરનું પકીડુ પકડાવી ડીજે જોવા ગયો અને બાકડે બેસેલી બાળકીને હવસખોર ઉપાડી ગયો હતો.
CCTV ફૂટેજનાં આધારે આરોપીની ધરપકડ કરી
પોલીસ કમિશનર અજય કુમારે જણાવ્યું હતું કે, આરોપી મુળ બિહારનો રહેવાસી છે અને સચિન GIDCમાં નોકરી કરે છે.છેલ્લા ૧૯ વર્ષથી સુરતમાં રહેતા ગુડ્ડુ યાદવે બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્રણ દિવસથી લાપતા થઈ ગયો હતો. CCTV ફૂટેજનાં આધારે આરોપીની ધરપકડ કરી છે અને તેના મોબાઇલમાં અશ્લીલ વિડિયો પણ મળી આવ્યા છે. આ કેસમાં પણ ઝડપી ચાર્જશીટ થાય માટે પોલીસ પ્રયત્નશીલ છે. સાથે આ ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં બાળકોની સુરક્ષા થાય આ માટે જનજાગૃતિ અભિયાન પણ પોલીસ હાથ ધરશે. આ સંવેદનશીલ કેસ હોવાના કારણે પોલીસે એક કલાક પણ રજા લીધા વગર દિવાળીના દિવસે પણ કેસ ડિટેકશન કરવા માટે પ્રયાસ કરતી રહી છે.
પિતા વેફરનું પકીડુ પકડાવી ડીજે જોવા ગયો અને બાકડે બેસેલી બાળકીને હવસખોર ઉપાડી ગયો
બિહારના અલવર જિલ્લાના વતની અને વડોદમાં રહેતાં વ્યક્તિની અઢી વર્ષની બાળકી દિવાળીની રાતે ગુમ થઇ હતી. પાંડેસરા પોલીસે આ પ્રકરણમાં અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ઘર નજીકની દુકાનેથી તેણે દીકરીને વેફરનું પેકેટ અપાવ્યું હતું. ત્યારબાદ તેણીને બાકડે બેસાડી હતી. અહીં તે વેફર ખાતી હતી, અને નજીકમાં ડીજે ચાલતું હોય તે જોવા ગયો હતો. પરત ફર્યો ત્યારે બાળકી દેખાય ન હતી. પાંડેસરા વિસ્તારના અરમો ડાઈન્ગ મિલના પાછળના ખૂલા જગ્યાએથી 2 દિવસ પછી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકી દિવાળીના દિવસે વડોદ ગામથી ગુમ થઈ હતી. જોકે, આ બાળકીને શોધવા સુરત પોલીસનો 100થી વધુનો સ્ટાફ લગાવાયો હતો. બાળકીને શોધવામાં પોલીસે રાતદિવસ એક કર્યા હતા, પરંતુ છેવટે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરતા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારબાદ તેની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
ઝાડી ઝાંખરામાં લઇ જઇ પીંખી નાંખવામાં આવી હતી
100 જેટલા પોલીસ કર્મચારીઓ શોધખોળમાં લાગ્યા છતાં તેની ભાળ મળી ન હતી. પાંડેસરા ઉપરાંત સચિન, સચિન જીઆઇડીસી પોલીસ ઉપરાંત ડીસીબી, એસઓજીની ટીમ કામે લાગી છે. ઉધના, લીંબાયત અને ડીંડોલી પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. બાળકીનો મામલો હોવાથી ડીસીબી અને એસઓજીની ટીમ પણ તેની શોખખોળમા કામે લાગી હતી. ત્રીજા દિવસે તેની લાશ મળી હતી. આ બાળકીને ઉપાડી ઘરથી માંડ 700 મીટરના અંતરે ઝાડી ઝાંખરામાં લઇ જઇ પીંખી નાંખવામાં આવી હતી. રવિવારે બપોરે સ્થાનિક યુવક કુદરતી હાજત માટે ઝાડી તરફ ગયો ત્યાં દુર્ગંધ આવી હતી. આસપાસ કૂતરાઓનું ટોળુ હોવાથી તે ત્યાં જોવા ગયો અને બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં ત્રણ વર્ષનું બાળક પોપોપ ગળી જતા થયું મૃત્યું
બાળકીને લઈ જતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા
વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે 8 વાગ્યે બાળકી પોતાના ઘરના આગણે રમતા ગુમ થઈ હતી. જોકે, બાળકીને શોધવા પોલીસે વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા, જેમાં એક અજાણ્યો વ્યક્તિ બાળકીને ઉંચકીને સૂવડાવી લઈ જતો નજરે પડી રહ્યો છે. બાળકીનો મૃતદેહ મળ્યો એ સ્થળ બાળકીના ઘરેથી માંડ 700 મીટરની અંતરે છે. કેમેરામાં જણાતાં સમય અનુસાર સાડા નવથી સાડા દસ વાગ્યા દરમિયાન એ વહેસીએ આ કુકર્મ કર્યું હોવાનો અંદાજ પોલીસ માંડી રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ આદરી હતી. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: સુરત છઠપૂજા : લોકો તૈયારી ન કરી શકે માટે કોઝવે બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો