- 12 વર્ષીય બાળકને કરંટ લાગતા મોત
- બાળક નવનિર્મિત પોતાના ઘરનું બાંધકામ જોવા ગયો હતો
- લોખંડના સળિયાનો એક છેડો બાળકના હાથમાં હતો
- બીજો છેડો હાય ટેન્શન લાઇનને સ્પર્શતા ધડાકો થતો
સુરત : શહેરના સચીન GIDCમાં આવેલા પાલીગામ કૈલાસનગરમાં રહેતા જયપ્રકાશ મિત્રનું ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેમનો 12 વર્ષીય પુત્ર આયુષ મિશ્રા પોતાના ઘરનું નવનિર્મિત મકાનનું બાંધકામ છેલ્લા બે-ત્રણ દિવસથી જોવા જતો હતો.ત્યારે તેનું કંરટ લાગતા મોત નિપજ્યું હતું.
હાય ટેન્શન લાઇનને સ્પર્શતા ધડાકો થયો
આયુષના પિતાએ જણાવ્યું હતું કે, નવનિર્મિત બાંધકામ જોવા આયુષ ગયો તે દરમિયાન અચાનક હાઈટેન્શન લાઈનમાં ધડાકા બાદ તણખલા નીકળતા તેઓ ત્રીજા માળે દોડીને ગયા હતા. જ્યાં આયુષ જમીનના પડેલો હતો અને આયુષના એક હાથમાં લોખંડનો સળીયો હતો બીજો છેડો ઘર બહારથી પસાર થતી હાઇટેન્શન લાઇન પર હતો. હાઈટેન્શનના ધડાકાથી આયુષ ગંભીર રીતે દાઝી ગયો હતો. આયુષના પિતા દ્રશ્ય જોઇને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આયુષને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબએ મૃત જાહેર કર્યો હતો.
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
મૂળ મધ્યપ્રદેશના વતની સુરત શહેરમાં સચિન જીઆઇડીસી પાલી ગામ કૈલાસ નગરમાં રહેતા જય પ્રકાશ મિશ્રા કરિયાણાના વેપારી છે, અચાનક એકના એક 12 વર્ષીય પુત્ર આયુષ જયપ્રકાશ મિશ્રાનું કરંટ લાગવાથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.