- અલગ અલગ 8 ઝોનમાં વૃક્ષોનું ટ્રીમિંગ કરાવામાં આવ્યું
- કંટ્રોલ રૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે
- પાલિકાની રેપીડ રિસ્પોન્સ ટિમને તૈયાર કરવામાં આવી
સુરત: તૌકતે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે અને મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમ જ 30 કિમીમીટરની ઝડપે ફૂંકાય શકે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફથી પસાર થવાનું હોવાથી સુરત વહીવટીતંત્રએ દરિયા કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે. જેમાં, ચોર્યાસી તાલુકાનાં 10, ઓલપાડના 7 અને મજુરાના 3 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત, અગમચેતીના ભાગરૂપે સુરતમાં એક ટીમ તૈનાત કરી દેવાઇ છે. આગામી 19મી મે સુધી દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ
શહેરના રસ્તા પરના હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાયા
સુરત મહાનગરપાલિકા કમિશ્નર બંચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે સુરતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્ય કન્ટ્રોલ રૂમની સાથે તમામ ઝોનમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. કર્મચારીઓની જાહેર રજા રદ કરી દેવામાં આવી છે. આ સાથે, ઇમરજન્સી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે પવન ફૂંકાશે તો શહેરના રસ્તા પરના હોર્ડિંગ્સ પડી જવાની શક્યતા હોવાથી તેને ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે ઊંચી ઊંચી ઇમારતો અને કન્સ્ટ્રકશન સાઈટ છે તેમા લાગેલા ક્રેનો પણ નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આ સાથે, રસ્તાની બાજુમાં આવેલા ધરાધારા વૃક્ષોનું પણ ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા