- સુરતમાં વીડિયો થયો વાયરલ
- નિયમોનું પાલન કરવાના બદલે પૈસા પડાવી આવી રહ્યા છે
- અગાઉ પણ વીડિયો વાયરલ થયા હતા
સુરતઃ ટ્રાફિક TRB જવાનોને શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું પાલન કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ નિયમોના પાલન કરવાના બદલે ટ્રાફિક જવાનોના એક બાદ એક વાહનચાલકો પાસેથી પૈસા ખંખેરતા હોવાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે, ત્યારે વધુ એક મહિલા TRB જવાનનો વીડિયો સામે આવ્યો છે. સુરત શહેરના ભાઠેના ખાતે આવેલી સમ્રાટ સ્કૂલ પાસે એક મહિલા TRB જવાન ટેમ્પો ચાલક પાસેથી પૈસા ખંખેરતા જોવા મળી છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મહિલા TRBનો પૈસા ખંખેરતો વીડિયો વાયરલ
આ અગાઉ અનેક TRB જવાનોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે, પરંતુ આ વખતે એક મહિલા TRB વાહન ચાલક પાસેથી પૈસા પડાવતી જોવા મળી છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા અને મહિલા TRB જવાન સામે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.