- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- આર્થિક સંકડામણ અનુભવી રહેલા વેપારીઓનું કલેક્ટરને આવેદનપત્ર
- કોરોના સંક્રમણ અટકાવવા લગાવવામાં આવ્યું છે અઘોષિત લોકડાઉન
- સંક્રમણને કારણે દુકાનો બંધ છે
સુરતઃ કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી દુકાનો બંધ કરાઈ છે. જ્યારે દુકાનો બંધ હોવાથી નાના મોટા વેપારીઓને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે. દુકાનો ફરી શરૂ કરવાની માગ સાથે આજે ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે નાના-મોટા દુકાનના વેપારીઓ એકત્રિત થયા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોરોના ગાઇડલાઇન અનુસરી દુકાન શરૂ કરવાની માગ કરી હતી.
આ પણ વાંચોઃ મોબાઇલ ડિલર એસોસીએશને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દુકાન ખોલવાની કરી માંગ
વેપારીની સરકારને વિનંતી
આવેદનપત્ર આપવા આવેલા વેપારી વિશાલભાઇએ જણાવ્યું હતું કે, દુકાનો બંધ હોવાથી નાના-મોટા વેપારીઓને મુશ્કેલી થઇ રહી છે. ઘણા વેપારીઓને ભાડાની દુકાનો છે, તેમને ભાડું ભરવું મુશ્કેલ પડતું હોય છે તેમજ અનેક વેપારીઓએ બેન્કમાંથી લોન લીધી છે, બેન્કના હપ્તા પણ ભરવા પડતા હોય છે. દુકાન બંધ હોવાના કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી છે, તેમના સરકારને વિનંતી કરવામાં આવી છે કે થોડા સમય માટે તેમની દુકાનો ચાલુ રાખવા મંજૂરી આપે જેથી તેમને થોડી રાહત થાય.
આ પણ વાંચોઃ સંપૂર્ણ લોકડાઉન અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવા રાજકોટ વેપારી એસોસિએશનની માગ