- 12 ફ્રન્ટલાઈન વર્કરે પણ રસીનો બીજો ડોઝ લીધો
- મહુવામાં 566 લોકોને કોરાનાની રસી(Corona Vaccine) મુકવામાં આવી
- 45થી 59 ઉંમરના 999 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
સુરતઃ કોરાનાનું સંક્રમણ ઘટે અને વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે સુરત ગ્રામ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરાનાની રસી(Corona Vaccine) મુકવામાં આવી રહી છે, ત્યારે આજે વધુ 6,858 લોકોને કોરાનાની રસી(Corona Vaccine) મૂકવામાં આવી હતી. જેમાં 20 હેલ્થવર્કરે રસીનો બીજો ડોઝ લીધો હતો. 12 ફ્રન્ટલાઈન વર્કરે પણ રસીનો બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં સોમવારે 1983 લોકોએ કોરાના રસી લીધી
5,408 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
18થી44 વર્ષના 5,408 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 999 લોકોએ રસીનો પહેલો અને 191 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 182 લોકોએ રસીનો પહેલો અને 46 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચોઃ વેક્સિનેશનના પ્રથમ તબક્કાના બીજા દિવસે સુરતના હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી
સૌથી વધુ રસી બારડોલી ના લોકોએ લીધી
આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી કોરાનાની રસી(Corona Vaccine)ની તાલુકા દીઠ વાત કરીએ તો, ચૈર્યાસીમાં 822, કામરેજમાં 958, પલસાણામાં 922, ઓલપાડમાં 1099, બારડોલીમાં 1,157, માંડવીમાં 539, માંગરોળમાં 633, ઉમરપાડામાં 162 અને મહુવામાં 566 લોકોને કોરાનાની રસી(Corona Vaccine) મુકવામાં આવી હતી.