સુરત : સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોનાગ્રસ્ત દંપતિ પૈકી પત્નીને પહેલાં ડિસ્ચાર્જ મળ્યો પણ પતિને છોડીને ઘેર જવાની ના પાડી દીધી હતી. દંપતિ સાથે કોરાનાગ્રસ્ત થયાં અને સાથે જ સાજા થઈને બહાર નીકળ્યાં. હમણાં ફેસબુક પર કપલ ચેલેન્જ જોરશોરથી ચાલી રહી છે. કપલ્સ તેના ફોટા શેયર કરીને આ ચેલેન્જને સ્વીકારી રહ્યાં છે. આ વર્ચ્યુલ ચેલેન્જ વચ્ચે સુરતમાં એક એવી કપલ ચેલેન્જ જોવા મળી જેને જોઈને સૌ કોઈ કહી ઉઠ્યાં વાહ આ જ છે, અસલી કપલ ચેલેન્જ.
કપલ ચેલેન્જઃ લોકો કહી રહ્યાં છે કે આ છે અસલી કપલ ચેલેન્જ! સુરતના કોરોનાગ્રસ્ત દંપતિની વાત - કોરોના
છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં રિયલ લાઈફ ચેલેન્જ જોવા મળી રહી છે પરંતુ સુરતમાં અસલી કપલ ચેલેન્જ કોરોનાગ્રસ્ત દંપતિએ પાર પાડી છે. જેણે આ વાત સાંભળી તે લોકો કહી રહ્યાં છે કે આ છે અસલી કપલ ચેલેન્જ.