સુરત : તક્ષશિલા અગ્નિકાંડની કરુણ ઘટનાને આજે ત્રણ વર્ષ પુરા થઈને ચોથું વર્ષ (Third Anniversary of the Takshashila Fire Incident )બેઠું છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાની ત્રીજી વરસી છે ત્યારે 15 બાળકોનો જીવ બચાવનાર જતીન નાકરાણી અને તેમનો પરિવાર બેઘર થવાની પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. ઘર પર 35 લાખની લોન લઈને કામકાજ શરૂ કરનાર જતીનભાઈની યાદદાસ્ત તો ભુલાઈ ગઈ છે. પરંતુ પરિસ્થિતિને કારણે હપ્તા ન ચૂકવી શકતા બેંકે તેમને ઘર (Surat Jatin Nakrani Plight )ખાલી કરવાની નોટિસ આપી છે.
મોતને હાથતાળી આપી જીવિત જતીન નાકરાણી- મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને બી.એસ.સી આઈટી કરનાર 27 વર્ષના જતીન નાકરાણી પરિવાર સાથે લસકાણામાં આવેલા બજરંગ રો હાઉસમાં રહે છે. તક્ષશિલા અગ્નિકાંડ સમયે (Third Anniversary of the Takshashila Fire Incident )અનેક બાળકો જીવ બચાવ્યા બાદ પોતે મોતને હાથતાળી આપીને માંડ માંડ જીવિત તો છે. પરંતુ પરિવાર આજે પણ અનેક મુસીબતોથી ઘેરાયેલો છે. ઘટના સમયે તેમણે શ્વાસ રૂંધાવા સુધી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતે કૂદકો મારતા માથા, હાથ અને પાંસળીમાં ગંભીર (Surat Jatin Nakrani Plight )ઈજાઓ થઈ હતી. સારવાર બાદ તેઓ આજે બેઠા તો થયા છે પરંતુ આજે પણ તેમની આંખનું વિઝન કલિયર નથી. તેમને દરેક વસ્તુ બે દેખાય છે.
આર્થિક હાલત દયનીય બની-જતીન નાકરાણીના 55 વર્ષના પિતા ભરતભાઈ વર્ધી કરે છે. જેમાં માંડ માંડ થોડી આવક થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમના સમાજના મંડળ દ્વારા મળેલી મદદ સિવાય તેઓ સમાજના તેમજ અન્ય લોકો પાસે ઉધારી લઈને ઘર તેમજ જતીનભાઈ પ્રત્યેની જવાબદારી નિભાવી રહ્યા છે. અધૂરામાં પૂરું કરુણ બાબત એ પણ છે કે ઘર પર લોન લઈ તક્ષશિલાના (Third Anniversary of the Takshashila Fire Incident )બીજા માળે પોતાનું ફેશન ઈન્સ્ટીટયૂટ શરૂ કરનાર જતીનભાઈ અને તેમનો પરિવાર ઘર પર લીધેલી 35 લાખની લોનના હપ્તા ચુકતે ન કરી શકવાને કારણે બેંક દ્વારા તેમને ઘર ખાલી કરવાની નોટિસ (Surat Jatin Nakrani Plight )આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat Takshashila fire case: બચાવપક્ષના વકીલે કરી ડોકટરોની ઉલટ તપાસ
ઘર પર 20 વર્ષ માટે લોન લીધી હતી -આ અંગે જતીનભાઇના પિતા ભરત નાકરાણીએ જણાવ્યું હતું કે, સારવાર કર્યા બાદ આજે જતીન અમારી સાથે તો છે પરંતુ કોઈ કામકાજ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જતીને ઘટનાના થોડા સમય પહેલા જ તક્ષશિલામાં બીજા માળે ઇન્સ્ટિટયૂટ શરૂ કરવા માટે ઘર પર 20 વર્ષ માટે લોન લીધી હતી. જો કે આજે તેને તો તક્ષશિલાની ઘટના (Third Anniversary of the Takshashila Fire Incident )વિશે યાદ પણ નથી. કારણ કે તેની યાદદાસ્ત જતી રહી છે. અમારા ઘરના એકમાત્ર મોભીની આ હાલત થતા પરિવાર (Surat Jatin Nakrani Plight )તૂટી ગયો છે. ઘટના સમયે બીજો માળ પણ બળી ગયો હતો.
![સુરતના તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાની ત્રીજી વરસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15371467_plight1.jpg)
અગાઉ પણ નોટિસ આપી ઘર સીલ મરાયું હતું HMના કારણે સીલ તોડાયું- આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, 20 વર્ષ લેખે બેંકને હપ્તાના ચૂકવવાના થતા પ્રતિમાસ રૂ.32 હજાર પણ ચૂકવી શકતા નથી. જેથી કે અમને ઘર ખાલી કરવા માટેની નોટીસ આપી છે. અગાઉ પણ નોટિસ આપી ઘર સીલ મરાયું હતું. પરંતુ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીની મદદના (Help from Home Minister Harsh Sanghvi) કારણે સીલ તોડાયુ હતું. પરંતુ ફરીથી અમને આ નોટિસ આવતા હાલ અમે (Surat Jatin Nakrani Plight )ચિંતિત છે.
24મીએ બની હતી ઘટના- સૂરત શહેરનો સરથાણા વિસ્તાર અને તેમાં આવેલ તક્ષશિલા આર્કેડની એ ગોઝારી આગ, જેણે 22 બાળકોના જીવ લીધાં હતાં 24મી મેએ તેની વરસી છે. ખૂબ જ પીડાદાયક સંસ્મરણો છોડી ગયેલાં આ અગ્નિકાંડમાં ટ્યૂશન ક્લાસીસમાં ફસાઈ ગયેલાં બાળકો લોકોની નજરોનજર આગને હવાલે થઈ ગયાં હતાં. આખું સૂરત જ નહીં, ગુજરાત અને દેશભરમાં આ દુખઃદ ઘટનાની સખેદ નોંધ (Third Anniversary of the Takshashila Fire Incident )લેવામાં આવી હતી. આ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાની ત્રીજી વરસી આજે છે.