- કિમ P.H.C કેન્દ્ર પર ઝરમર વરસાદ વચ્ચે રસી લેવા લોકોએ લાંબી લાઈનો લાગી
- શહેરમાં કોરોનાની વેક્સિન લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
- સરકારે વેક્સિનનો યોગ્ય જથ્થો જ નથી પહોંચાડ્યો હોવાનું લોકોનું માનવું
સુરતઃ શહેરમાં કોરોનાની વેક્સિન લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત ગ્રામ્યના P.H.C સેન્ટર્સ પર લાંબી લાઈન જોવા મળી રહી છે. એક તરફ લાંબી લાઈન જોવા મળી રહી છે. તો બીજી તરફ વેક્સિનેશન સેન્ટર્સ પર વેક્સિનના જથ્થાની અછત સર્જાઈ રહી છે. એટલે કેટલાક લોકો સવારથી જ લાઈનમાં ઉભા હોવા છતાં વેક્સિન લીધા વગર પરત ફરી રહ્યા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન
સરકારે વેક્સિનનો પૂરતો જથ્થો ન ફાળવતા લોકોને પડી રહ્યો છે ધક્કો
તાજેતરમાં જ લોકોમાં વેક્સિનને લઈને અનેક ગેરમાન્યતા ફેલાઈ હતી, પરંંતુ એ લોકો પણ હવે ગેરમાન્યતા છોડીને વેક્સિન લેવા આવી રહ્યા છે. હવે આવા લોકો જ વેક્સિન લેવા માટે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી વેક્સિનનો યોગ્ય જથ્થો ન મળવાથી લોકોએ વેક્સિનેશન સેન્ટર્સ પરથી પરત ફરવું પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ Corona Vaccination: ગાંધીનગરમાં કોર્પોરેશને 21 જૂનથી 35 સેન્ટર ચાલુ કર્યા, 5મા દિવસે જ વેક્સિન ખૂટતા 20 સેન્ટર બંધ કર્યા
માત્ર 300 રસીનો જ સ્ટોક આવતા ઘણા લોકો રસી લીધા વગર જ પરત ફર્યા
કિમ તેમ જ આજુબાજુના 15 ગામની મુખ્ય P.H.C. પર છેલ્લા કેટલાક દિવસોથી રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. ઘણી વાર રસી ખૂટી જશેના ડરથી લોકો ધક્કામુક્કી પણ થાય છે. P.H.Cના માણસો દ્વારા પોલીસ બોલાવાની પણ ફરજ પડે છે ત્યારે આજ રોજ વહેલી સવારથી જ કિમ P.H.C બહાર લોકોની લાંબી લાઈનો રસી લેવા માટે લાગી હતી P.H.Cના માણસો દ્વારા લોકો શિસ્તમાં રહે તે માટે પહેલેથી જ પોલીસ બોલાવી લીધી હતી અને ટોકન આપી રસી આપવાનુ શરૂ કર્યું હતું. જોકે, રસીનો માત્ર 300 જ ડોઝ આવતા ઘણા લોકો રસી લીધા વગર જ પરત ફર્યા હતા.