- બિલ્ડર વિપુલ સવાણી ના લગ્ન 13 વર્ષ પહેલા સોનલ સાથે થયા હતા
- સોનલ બહેનએ હ્યુમન રાઈટ એસોસીએસન NGO ની મદદ માંગી
- બંને બાળકીઓ અને વિવિધ મહિલાઓ સંગઠનો સાથે પહોંચી જઈને બેનરો લઇને ધરણા કર્યા
સુરત: દીકરીને લક્ષ્મી માનવામાં આવે છે. બેટી પઢાવો અને બેટી બચાવો માટે વર્ષોથી અભિયાન પણ ચાલુ રહ્યું છે. સમાજમાં હજી પણ કેટલાક કિસ્સાઓમાં દીકરીઓની જનેતાને ત્રાસ ગુજારવામાં આવતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે. વરાછાના એક બિલ્ડરની પત્નીને પુત્ર જન્મ નહીં થતાં બે પુત્રીઓ સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. દરમિયાન આ મહિલાએ સેવાભાવી સંસ્થાઓની મદદથી સાસરીની બહાર જ બંને પુત્રી સાથે પહોંચીને બેનરો સાથે ધરણા કર્યા હતા.
લગ્ન બાદ દંપતી વડોદરામાં રહેતું હતું
વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર વિપુલ સવાણીના લગ્ન 13 વર્ષ પહેલા સોનલ સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી વડોદરામાં રહેતું હતું. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ પુત્રીઓનો જન્મ થયો હતો. દરમિયાન પુત્ર જન્મ નહીં થતાં સોનલ બહેનના પતિ વર્ષ 2019 માં તેમને વરાછામાં રહેતી તેના બહેનના ઘરે મૂકીને જતા રહ્યા હતા. બાદમાં પતિને તેની સાથે રહેવાનું કહેવા છતાં તેણે પત્નીને સ્વીકારી ન હતી.
20 મહિનાથી અલગ-અલગ જગ્યાએ રહેવા માટે મજબૂર
દરમિયાન નાની પુત્રીને લઇને પતિ અને સાસુ સુરત જુના મકાનમાં રહેવા માટે આવી ગયા હતા. સોનલ બહેને જણાવ્યું હતું કે વડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવાઈ હતી. અંતે 20 મહિનાથી અલગ-અલગ જગ્યાએ રહેવા માટે મજબૂર બનેલી મહિલાને બે દીકરીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું હોવાથી 8 જાન્યુઆરી 2020 ના રોજ તે સાસરે રહેવા માટે ગઈ હતી.
વિવિધ મહિલાઓ સંગઠનો સાથે પહોંચી જઈ બેનરો લઇ ધરણા કર્યા
સોનલબેન જયારે તેમના ઘરે ગયા ત્યારે સાસરાએ દરવાજો ન ખોલ્યો અને ભારે હોબાળો કરી કોર્ટમાંથી મનાઈ હુકમ લઈને આવ્યા હતા. બીજી તરફ સોનલ બહેનએ હ્યુમન રાઈટ એસોસીએસન NGO ની મદદ માંગી હતી ઘર પ્રવેશ માટે આપેલા મનાઇ હુકમને રદ કરવા અપીલ કરી હતી. જેની આગામી ૧૯મી કોર્ટમાં સુનાવણી છે. માત્ર ગ્રુપ પુત્ર પ્રાપ્તિ ન થતા બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મુકી હોય, સોનલે સાસરિયાઓના ઘરમાં સામે બંને બાળકીઓ અને વિવિધ મહિલાઓ સંગઠનો સાથે પહોંચી જઈને બેનરો લઇને ધરણા કર્યા હતા.