ETV Bharat / city

સુરતના ટેક્સટાઈલ બજારમાં ફરી આવી તેજી, કાપડના વેપારીઓ દરરોજ 50ની જગ્યાએ 500 ટ્રક ભરી મોકલી રહ્યા છે માલસામાન - સુરતના સમાચાર

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાં ટેક્સટાઈલ બજારમાં તો ધૂમ ખરીદી થઈ રહી છે. ગ્રાહકો ખરીદી કરવા નીકળતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. અહીં થોડા દિવસ પહેલા દરરોજ કાપડના 50 ટ્રક જતા હતા. જોકે, હવે 500થી વધુ ટ્રક લોડ થઈને બહાર જઈ રહ્યા છે. ચારે તરફથી આવતી માગના કારણે કાપડના વેપારીઓ વધુ ટ્રક ફેરવી રહ્યા છે. એટલે દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

સુરતના ટેક્સટાઈલ બજારમાં ફરી આવી તેજી, કાપડના વેપારીઓ દરરોજ 50ની જગ્યાએ 500 ટ્રક ભરી મોકલી રહ્યા છે માલસામાન

author img

By

Published : Oct 20, 2021, 3:42 PM IST

  • સુરતના ટેક્સટાઈલ બજારમાં ફરી તેજી આવતા દિવાળી જેવો માહોલ
  • અગાઉ 50 કાપડના ટ્રક સુરતથી નીકળતા હતા આજે 500 થી વધુ ટ્રકો લોડ થઈ રહ્યા છે
  • દિવાળીની સારી ખરીદી હોવાથી વેપારીઓ ઓછું વેકેશન રાખ્યું

સુરત: દેશમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અનેક વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતા. સુરતની વાત કરીએ તો, કાપડ ધંધા પર સૌથી માઠી અસર પડી હતી, પરંતુ દેશભરમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા સુરત કાપડ બજારમાં દિવાળીને લઈને ખરીદી માટે ગ્રાહકો આવી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. થોડા દિવસ અગાઉ અહીંથી દરરોજ 50 કાપડના ટ્રક નીકળતા હતા. જ્યારે આજે 500થી વધુ ટ્રક લોડ થઈને બહાર જઈ રહ્યા છે. તો સારી માગના કારણે આ વખતે દિવાળી વેકેશન પણ માત્ર ચાર દિવસનું રહેશે.

અગાઉ 50 કાપડના ટ્રક સુરતથી નીકળતા હતા આજે 500 થી વધુ ટ્રકો લોડ થઈ રહ્યા  છે

આ પણ વાંચો- "ગુજરાતના વેપારીઓને ધંધા-રોજગારમાં વધારો કરવા GST સુધારા બીલ લાવવામાં આવ્યુ" : નાણાપ્રધાન

દિવાળીની સારી ખરીદીના કારણે વેપારીઓએ માત્ર 4 દિવસનું વેકેશન રાખ્યું

કોરોના કાળમાં ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરમાં કાપડનો ઉદ્યોગ (Textile industry) પડી ભાંગ્યો હતો. છેલ્લા 2 વર્ષથી ખરીદી ન નીકળતા વેપારીઓ પોતાનો ધંધો સમેટી અન્ય ધંધા તરફ વળ્યા હતા. જોકે, કાપડ ઉદ્યોગને (Textile industry) કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. છેલ્લા 2 વર્ષથી વેપારીઓને આશા હતી કે, નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં બહારના રાજ્યોમાં ખરીદી નીકળશે, પરંતુ તેમની આ ગણતરી ઊંઘી પડી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, કોરોનાના કેસ ઘટતા કાપડ માર્કેટમાં (Textile Market) ખરીદી નીકળી છે, જેના કારણે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે, 2 વર્ષ પછી પણ સારી માગના કારણે આ વખતે કાપડ બજારમાં માત્ર 4 દિવસ દિવાળી વેકેશન (Diwali Vacation) રહેશે. અહીં માત્ર 4થી 9 નવેમ્બર સુધી ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) બંધ રહેશે. દિવાળીની સારી ખરીદી હોવાથી ઓછું વેકેશન રાખવામાં આવ્યું છે.

દિવાળીની સારી ખરીદી હોવાથી વેપારીઓ ઓછું વેકેશન રાખ્યું

આ પણ વાંચો- સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?

વેપારીઓની આ વર્ષની દિવાળી સુધરશે

સુરતના વેપારી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે, અત્યારે દિવાળીની ખરીદી સારી ચાલી રહી છે. આ વર્ષે સંપૂર્ણ ખરીદીના 40 ટકા જેટલી ખરીદી દિવાળી અને નવરાત્રિના પર્વમાં રહેશે. આ વખતે 500 રૂપિયાથી લઈ 1,500 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની માગ અને ખરીદી વધી છે. અહીં દરરોજ સુરતથી કાપડના 50 ટ્રકો નીકળતા હતા, પરંતુ અત્યારે સારી માગના કરાણે દરરોજ 500થી વધુ કાપડના ટ્રકો નીકળી રહ્યા છે. સાત દિવસમાં 4,000થી લઇ 5,000 સુધીની ખરીદી થઈ રહી છે, જેના કારણે આ વર્ષે દિવાળી વેકેશન માત્ર 4 દિવસનું જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.