ETV Bharat / city

સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો - સુરતમાં ગરમીનુ પ્રમાણ વધ્યું

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં પણ તાપમાનનો પારો માર્ચ મહિનામાં જ 40 ડિગ્રીને આંબી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસથી 37 ડિગ્રી તાપમાન હતું. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી નીચા સ્તરેથી પવન ફુકાવાને કારણે તાપમાન વધવાની સાથે હીટવેવની અસર જોવા મળી રહી છે. ગરમી વધતાં ચાર પ્રકારના રોગોના દર્દીઓની સંખ્યા પણ વધી છે.

સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

author img

By

Published : Mar 30, 2021, 6:31 PM IST

  • ચાર પ્રકારના રોગોમાં 30થી 40 ટકાનો વધારો
  • લોકોને ગરમીથી આંશિક રાહત મળી
  • રાજ્યમાં હીટવેવની અસર
  • ગરમી વધતાં ચાર પ્રકારના રોગોના દર્દીઓની સંખ્યા પણ વધી

સુરતઃ ચામડી દઝાડતી ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડ્યો હતો. એક બાજુ હોળીના તહેવારની રજા અને બીજી તરફ ગરમી પણ વધુ હોવાથી શહેરના રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. નીચા સ્તરેથી ઊત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

લોકોને ગરમીથી આંશિક રાહત મળી

આ પણ વાંચોઃ હવામાન વિભાગ દ્વારા આગાહી, પાંચ દિવસમાં ગરમીમાં થશે વધારો

સામાન્ય શરદી-ખાંસી હોય તો પણ લોકો કોરોના ટેસ્ટ કરાવે

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન(IMA) સુરત શહેરના પ્રમુખ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વચ્ચે ગરમીનો પ્રમાણ વધતાં ચાર પ્રકારના રોગો હાલ જોવા મળી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન ડાયરિયા, મલેરિયા અને ડેન્ગ્યુ સાથે કોરોનાના દર્દીઓમાં હાલ વધારો થઈ રહ્યો છે, લોકો પાણી પીવાનુ વધારે રાખે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો સામાન્ય શરદી-ખાંસી હોય તો પણ લોકો કોરોના ટેસ્ટ કરાવે જેથી સ્પષ્ટ થઈ જાય કે તેઓ હાલ જોવા મળી રહેલા ચાર રોગોમાંથી કયા રોગથી ગ્રસ્ત છે. હાલ કોરોના ડાયરીયા અને શરદી-ઉધરસની સાથે પણ જોવા મળે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગર 44.2 ડિગ્રીએ સૌથી હોટ, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાનના પારો ઉંચકાયો

શરદી-ખાંસીના 30 ટકા દર્દીઓ વધારે

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન(IMA) સુરત શહેરના પ્રમુખ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, ગરમીની શરૂઆત થતાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ ટીબી અને ચેસ્ટ વિભાગમાં શરદી-ખાંસીના 30 ટકા દર્દીઓ વધારે આવી રહ્યા છે. ડાયરિયા અને ઉલટીના દર્દીઓની સંખ્યા 10 ટકા વધી છે.

કઈ તારીખે કેટલું તાપમાન રહ્યું...

તારીખ મહત્તમ તાપમાનલઘુતમ તાપમાન
23 માર્ચ34.922.5
24 માર્ચ34.922.8
25 માર્ચ37.922.8
26 માર્ચ38.423.4
27 માર્ચ40.622.8
28 માર્ચ40.623.5
29 માર્ચ37.424.2
30 માર્ચ37.423.1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.