ETV Bharat / city

Surat Suicide Case : એક સાથે બે બાળકોની આત્મહત્યા સામે આવતા શહેરમાં શોકનો માહોલ - Surat Crime Case

સુરતમાં એક સાથે બે આત્મહત્યાની ઘટનાઓ (Surat Suicide Case) સામે આવતા ચકચાર મચી છે. એક ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તો બીજી 17 વર્ષીય કિશોરીએ ઝેરી દવા (Surat Crime Case) પી જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યાના બનાવ પાછળ ઘટના ક્રમ શું છે જૂઓ...

Surat Suicide Case : એક સાથે બે બાળકોની આત્મહત્યા સામે આવતા શહેરમાં શોકનો માહોલ

author img

By

Published : Jun 1, 2022, 4:51 PM IST

સુરત : સુરત શહેરમાં સચિન વિસ્તારમાં 15 વર્ષીય બાળકે ગતરોજ (Surat Suicide Case) પોતાના ઘરના કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. કર્યો હતો. તો બીજી બાજુ શહેરના વેડરોડ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ કોઈક કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સચિન સચિન વિસ્તારની ઘટના - સચિન વિસ્તારમાં 15 વર્ષીય આત્મહત્યા (Surat Child Suicide) કરનાર બાળક જે હાલ બારડોલીના મહર્ષિ દયાનંદ ગુરુકુળ આશ્રમમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. ગતરોજ સાંજે પોતાના ઘરે કોઈ કારણસર નાયલોન દોરી સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા રહીશો દોડી આવ્યા હતા. બાળકને નીચે ઉતારી તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હાલ આ બાબતે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાળક પંખા પર લટકતો મળ્યો જોવા - આ બાબતે મૃતક પ્રિન્સ પિતાએ જણાવ્યું કે, પ્રિન્સેસ કયા કોઈ કારણસર ગળેફાંસો ખાધો છે અમને જ ખબર નથી. ગઈકાલે તે સાંજે પોતાની મમ્મીને કહ્યું કે, હું રૂમમાં સુવા માટે જાવ છું કહીને રૂમમાં ગયો હતો. પરંતુ, ત્યારબાદ બે કલાક બાદ તેની માતાએ પ્રિન્સને ચા-નાસ્તા કરવા માટે પ્રિન્સના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, તેણે ખોલ્યો નહીં અને અંદરથી કોઈ પ્રકારનો જવાબ પણ આવ્યો નહીં. અંતે માતાએ જ્યારે પાછળની બારી ખોલી ત્યારે પ્રિન્સ પંખા ઉપર લટકતો જોવા મળ્યો હતો. જેને જોઈ માતાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દરવાજો તોડી પ્રિન્સ નીચે ઉતારી તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat Sachin area Suicide) લઈ આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : Surat Suicide Case : સુરતમાં વેપારીએ આત્મહત્યા કરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો

વેડરોડ વિસ્તારની ઘટના - વેડરોડ વિસ્તારમાં આવેલા કપિલ વૃક્ષ રેસીડેન્સીમાં રહેતી 17 વર્ષીય કિશોરી જેઓ હાલ ઘરમાં જ સિલાઈનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. ગત રોજ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. હાલ આ મામલે ચોક બજાર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

શા કારણે કિશોરીએ આ પગલું ભર્યું - આ બાબતે મૃતક કિશોરીના (Surat Mirror Girl Suicide) સંબંધીએ જણાવ્યું કે, મારી બહેનને 10 દિવસ પહેલા અમે લોકોએ અમારા જ સોસાયટીમાં રહેતા મુકેશ મકવાણા પકડ્યો હતો. તેમની જોડે શું રીસ્તો હોય એ અમને ખબર નથી. પરંતુ, તે વ્યક્તિના કારણે આજે મારી બહેને આ પગલું ભર્યું છે. મુકેશ તેને સતત ફોન ઉપર વાત કરતો હતો. પેલા દિવસે અમે જ્યારે તેને પકડ્યો, ત્યારે તેના વિરુદ્ધમાં અમે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી. ત્યારે પોલીસે મુકેશની અટકાયત કરી હતી અને ફરી છોડી મુક્યો હતો.

આ પણ વાંચો : Thane Suicide Case : થાનના નવાગામમાં એક મહિલાએ કુટુંબનો માળો કર્યો વેરવિખેર

કિશોરી પર ઘર સંસાર - વધુમાં જણાવ્યું કે મારી બહેન સિલાઈ મશીનનું કામ કરતી હતી. પિતા 2011માં જ તેમનું સ્વર્ગવાસ થઈ ગયા હતા. ત્યાર બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો હતો. હાલ તેનો નાનો ભાઈ પણ છે જે હાલ ધોરણ 9 માં અભ્યાસ કરે છે. માતા ઘરે ઘરે જઈ છૂટક કામ કરે છે. પરંતુ પરિવારનું આર્થિક ભરણ પોષણ મારી બહેન જ હતી. મારી બહેને પેલા યુવક દ્વારા ધમકાવવામાં આવ્યો છે. જેથી મારી બહેને આ પગલું ભર્યું છે. આવું કોઈ બીજા જોડે નઈ થાય તે માટે પોલીસે (Surat crime case) મુકેશને પકડી કડક સજા કરાવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.