ETV Bharat / city

લોકડાઉન દરમિયાન બંધ રહેલી સુરત RTO કચેરી ફરી રાબેતા મુજબ શરૂ - સુરત કોરોના ન્યુજ

કોરોના વાઈરસના કારણે છેલ્લા 75 દિવસથી બંધ પડેલી સુરત RTO કચેરી ફરી રાબેતા મુજબ શરૂ થઈ ચુકી છે. કોવિડ-19ની ગાઈડલાઇન સાથે સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી શરૂ થયેલી RTO કચેરીમાં લાયસન્સ અને હાઇસિક્યોરિટી નંબર પ્લેટ માટેની કામગીરી માટે અરજદારોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ દ્વારા કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. RTO કચેરી ફરી કાર્યરત થતા વાહન ચાલકોએ પણ રાહત અનુભવી છે.

સુરત RTO કચેરી ફરી રાબેતા મુજબ શરૂ
સુરત RTO કચેરી ફરી રાબેતા મુજબ શરૂ
author img

By

Published : Jun 4, 2020, 2:26 PM IST

સુરતઃ કોરોના વૈશ્વિક મહામારીના કારણે જીલ્લા RTO કચેરી સદંતર બંધ પડી હતી. જેના કારણે લાયસન્સ, ડ્રાયવિંગ ટેસ્ટ ઉપરાંતની કામગીરી પણ અટકી હતી. જો કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અને અનલોક-1 બાદ ધંધા-રોજગાર શરૂ થવાની સાથે સરકારી કચેરીઓ પણ ફરી રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. જ્યાં સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને સેનીટાઇઝર ફરજિયાત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છેલ્લા 75 દિવસથી બંધ પડેલી RTO કચેરી પણ ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. જો કે કાચા-પાકા લાયસન્સ, આરસીબુક સહિત ડ્રાયવિંગ ટેસ્ટની કામગીરી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા કરવામાં આવી છે. અરજદારો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બાદ જ કચેરીમાં પ્રવેશ કરી શકશે. કચેરીમાં પ્રવેશ કરતા તમામ કર્મચારીઓ સહિત અરજદારોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ માસ્ક પહેર્યા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કચેરી તરફથી હાઈ-સિક્યોરિટી નંબર પ્લેટ લગાડવાની કામગીરી માટેે પણ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવી અરજદારે બપોર પછીના સમયે કચેરીએ જવાનું રહશે.

સુરત RTO કચેરી ફરી રાબેતા મુજબ શરૂ

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિદિવસ RTO કચેરી પર એક હજાર જેટલા અરજદારોનો ઘસારો રહે છે, જ્યાં કચેરી ફરી ધમધમતી થતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.