ETV Bharat / city

વેરા વસુલાતમાં મનપાને 50 કરોડનો ફટકો: ગત્ત વર્ષની 1,020 કરોડની રિક્વરી સામે માત્ર 968 કરોડ જ મળ્યા

સુરતમાં આ વર્ષે વેરા વસૂલાતમાં મનપાને 50 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષે એટલે કે 2020માં રુ.1,020 કરોડની વેરા વસૂલાત થઈ હતી તો આ વર્ષે માત્ર રુ.968 કરોડ જ મનપાની તિજોરીમાં જમા થયા છે.

વેરા વસુલાતમાં મનપાને 50 કરોડનો ફટકો
વેરા વસુલાતમાં મનપાને 50 કરોડનો ફટકો
author img

By

Published : Mar 21, 2021, 12:22 PM IST

  • વેરાની આવક ઉપર 50 કરોડનો પડ્યો ફટકો
  • ગયા વર્ષે 1,020 કરોડની વેરા વસૂલાત થઈ હતી
  • આ વર્ષે માત્ર 968 કરોડ જ મનપાની તિજોરીમાં થયા જમા

સુરત: મહાનગરપાલિકાની વેરાની આવક ઉપર પણ આ વર્ષે 50 કરોડનો ફટકો પડ્યો છે. કોરોનાની કામગીરી અને ત્યારબાદ ચૂંટણીલક્ષી કામગીરીમાં સ્ટાફ જોતરાયેલો રહ્યો હોવાથી એની અસર વેરા વસૂલાત ઉપર જોવા મળી રહી છે. આ સમયે ગયા વર્ષે 1,020 કરોડની વેરા વસૂલાત થવા પામી હતી. જેની સામે આ વર્ષે માત્ર 968 કરોડ જ મનપાની તિજોરીમાં જમા થયા છે. જેથી આ વર્ષે મનપાએ વેરા વસૂલાત માટે ભારે કસરત કરવી પડશે. નોંધનીય છે કે, વર્ષ 2020માં મનપાના મિલકત વેરાનું માંગણું 1535.14 કરોડ છે. જે ગયા નાંણાકીય વર્ષના 1,385 કરોડની સરખામણીમાં 159 કરોડ વધુ છે.

વેરા વસૂલાત વિભાગનો સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલો રહ્યો

કોરોના દરમિયાન લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા હતા. મનપાનો મોટાભાગનો સ્ટાફ પણ કરવાની કામગીરીમાં જોડાયેલો હતો. ત્યારબાદ જો કે ભાજપ શાસકોએ રીબેટ યોજના અમલી બનાવીને શહેરી-જનોને પ્રોત્સાહિત કર્યા હતા. જેને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. હાલ સ્થિતિ સામાન્ય થઇ ગયા બાદ પણ કોરોનાલક્ષી કામગીરી માટે યથાવત રહી છે. વળી છેલ્લા એક મહિનાથી મનપાના આકારણી અને વેરા વસુલાત વિભાગનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલો રહ્યો છે. અત્યાર સુધીમાં વેરા પેટે 968.42 કરોડની રકમ મનપામાં જમા થઈ છે. જે ગત નાંણાકીય વર્ષમાં આ સમયે 1,020 કરોડ જમા થઈ હતી.

ચૂંટાયેલી નવી બોર્ડ જે નિર્ણય કરશે એ મુજબ વિસ્તારોની મિલકતોનો વેરો લેવાશે

આ મિલકત વેરાની રિકવરીમાં 50 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે. વર્તમાન સમયમાં ચાલુ નાંણાકીય વર્ષમાં વેરા ડિમાન્ડ 1535 કરોડ થતાં વર્ષે 150 કરોડની ડિમાન્ડ વધી છે. વધુમાં મહત્વની વાત એ છે કે, 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાની નક્કી જ ન થઈ શકતી હોવાથી એ રકમનો 1535.14 કરોડની વેરા ડિમાન્ડમાં સમાવેશ કરાયો નથી. નવા સમાવિષ્ટ વિસ્તારોના મિલકત વેરા અંગે ભાજપ શાસકોએ ઘડતરમાં કોઈ નિર્ણય કર્યો ન હતો. હવે ચૂંટાયેલી નવી બોર્ડ જે નિર્ણય કરશે એ મુજબ વિસ્તારોની મિલકતોનો વેરો લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.